ગાંધીનગર જિલ્લાના ઇતિહાસમાં સૌપ્રથમ વખત દોષિતને કલોલ કોર્ટનો સજાએ મોતનો હુકમ
કલોલ : સાંતેજમાં ૫૨૫ દિવસ પહેલાં બાળકીનું અપહરણ કરી બળાત્કાર ગુજારવાના કેસમાં સિરિયલ રેપિસ્ટને કલોલ કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. ગાંધીનગર જિલ્લામાં ઐતિહાસિક ચુકાદામાં આરોપીને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. સાંતેજ ગામની સીમમાંથી બાળકીનું અપહરણ કરી બળાત્કાર ગુજારવાના કેસમાં કલોલ કોર્ટના એડીશનલ જજ એ.એ.નાણાવટીએ પોક્સો કાયદાની કલમ ૫ અને ૬ મુજબ આરોપીને મૃત્યુદંડ અને પચાસ…