Friday, July 19, 2024
Google search engine
HomeAjab Gajabઉપવાસના દિવસે પનીર મસાલા મંગાવ્યું ને ઝોમેટોએ મોકલ્યુ બટર ચિકન, પછી જે...

ઉપવાસના દિવસે પનીર મસાલા મંગાવ્યું ને ઝોમેટોએ મોકલ્યુ બટર ચિકન, પછી જે થયું તે હેરાન કરી નાખશે!!

નાગપુરઃ જો તમે શાકાહારી હોવ અને તમને કોઈ માંસાહારી ફૂડ આપી દે તો? આવું ત્યારે થાય જ્યારે તમારે વ્રત હોય.. પુનામાં રહેતા વકીલ શનમુખ દેશમુખ સાથે આવી જ ઘટના બની હતી. તેમણે પૂનાની એક રેસ્ટોરન્ટમાંથી ઝોમેટો ઓનલાઈન એપમાંથી ફૂડ ઓર્ડર કર્યું હતું. હદ તો ત્યારે થઈ જ્યારે તેમની સાથે આવું એક નહીં બે-બે વાર થયું. તેમણે પનીર બટર મસાલા ઓર્ડર કર્યું હતું પરંતુ તેને બદલે બટર ચિકન આવી ગયું હતું. જ્યારે ફરિયાદ કરી તો રેસ્ટોરન્ટે પનીર બટર મસાલા મોકલવાની વાત કરી હતી. જોકે, રેસ્ટોરન્ટે ફરીથી બટર ચિકન જ આપ્યું હતું. અંતે દેશમુખે કન્ઝ્યૂમર કોર્ટમાં જવાનું નક્કી કર્યું હતું.

45 દિવસમાં દંડ ભરવો પડશે
દેશમુખે રેસ્ટોરન્ટ પ્રીત પંજાબ સ્વાદ વિરૂદ્ધ ફરિયાદ કરી હતી. કોર્ટે 55 હજાર રૂપિયાનો દંડ 45 દિવસની અંદર આપવાનો આદેશ આપ્યો છે. આ સાથે એમ કહ્યું છે કે જો 45 દિવસની અંદર પૈસા ના મળે તો આ રકમના 10 ટકાના દરે વ્યાજ ચૂકવવું પડશે. 50 હજાર રૂપિયા બેજવાબદારીના અને પાંચ હજાર રૂપિયા માનસિક તકલીફ પડી તેના દેશમુખને આપવાના રહેશે.

ઝોમેટોએ કહ્યું, કોઈ માહિતી નથી
ઝોમેટોના રિજનલ મેનેજર વિપુલ સિંહા સાથે વાત કરવામાં આવી તો તેમણે કહ્યું હતું કે તેમને કોર્ટનો આદેશ મળ્યો નથી. ઝોમેટોના પ્રવક્તનો સંપર્ક થઈ શક્યો નહોતો.

શું હતો કેસ?
દેશમુખ બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચમાં પ્રેક્ટિસ કરે છે. 31 મે, 2018ના રોજ તેઓ કામથી પુના ગયા હતાં. આ દિવસે ગુરૂવાર હોવાથી તેમને ઉપવાસ હતો. તેમણે ઝોમેટો એપની મદદથી પ્રીત પંજાબ સ્વાદ હોટલમાંથી પનીર બટર મસાલાનો ઓર્ડર કર્યો હતો. જ્યારે તેમણે ટેસ્ટ કર્યું તો ખ્યાલ આવ્યો કે આ ચિકન છે. તેમણે તરત જ ઝોમેટોના ડિલિવરી બોયને ફોન કર્યો તો જવાબ મળ્યો કે તેને કોઈ માહિતી નથી અને તે પાર્સલ ખોલીને જોતો નથી. આ અંગે દેશમુખે હોટલનો સંપર્ક કર્યો તો હોટલ મેનેજરે આશ્વાસન આપ્યું કે તેઓ બીજીવાર પનીર બટર મસાલા મોકલશે. જોકે, બીજીવાર પણ ચિકન જ આવ્યું. જોકે, બિલ પર બટર પનીર મસાલા લખ્યું હતું. ત્યારબાદ દેશમુખે કન્ઝ્યૂમર કોર્ટમાં ફરિયાદ કરી હતી. તેમણે પાંચ લાખ દંડ તથા માનસિક ત્રાસ માટે 1 લાખ રૂપિયાની માગણી કરી હતી. તેમણે હોટલ તથા ઝોમેટોને નોટિસ ફટકારી હતી.

RELATED ARTICLES

47 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey blasting off into the universe of endless possibilities! ? The mind-blowing content here is a thrilling for the mind, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of inspiring insights! #MindBlown ? into this thrilling experience of imagination and let your imagination roam! ✨ Don’t just read, immerse yourself in the excitement! #BeyondTheOrdinary Your mind will be grateful for this exciting journey through the worlds of awe! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments