સાત કિમી લાંબી પંગતમાં 10 લાખ લોકોએ રસ્તા પર બેસીને લીધો બજરંગબલીનો પ્રસાદ

National

ઈન્દોરઃ મંગળવારે (ત્રીજી માર્ચ) ઈંદોરમાં જોવા મળ્યો તેવો ભોજન સમારંભ ભાગ્યે જ જોવા મળે છે. સાત કિમી લાંબા રસ્તા પર આમને-સામને બે પંગતોમાં લગભગ દસ લાખ લોકોએ ભોજન લીધું. તેમને પીરસવાની જવાબદારી લગભગ દસ હજાર લોકોએ સંભાળી હતી. ભોજન પીરસવા માટે પણ વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો. સામાન્ય વ્યક્તિ હોય કે પૈસાદાર, મહિલા હોય કે પુરૂષ, વેપારી હોય કે અધિકારી, બજરંગબલીનો પ્રસાદ ગ્રહણ કરવા લોકો ઊમટી પડ્યાં. સૌથી મહત્વની વાત તો એ છે કે, બપોરથી શરૂ થયેલ મહાભોજનો કાર્યક્રમ રાત સુધી ચાલ્યો અને સવાર પડતાં જ રસ્તો પાછો સાફ-સૂફ થઈ ગયો હતો.

આ પહેલાં નથી થયું આવું મહાભોજઃ ઈન્દોરમાં આ થયેલ મહાભોજનો કાર્યક્રમ બધા માટે આકર્ષણરૂપ રહ્યો. આ પહેલાં ઈન્દોરમાં આવા મહાભોજનો કાર્યક્રમ નથી થયો. અત્યારે તો દેશમાં પણ ક્યાંય આવો મહાભોજનો કાર્યક્રમ થયો હોય તેવી જાણકારી નથી, જ્યાં સાત કિમી લાંબી પંગત હોય અને દસ લાખ કરતાં પણ વધારે લોકો જમ્યા હોય.

લોકો હજારો-હજારોના ટોળામાં ત્યાં પહોંચી રહ્યા હતા અને પોતાનો વારો આવે એ માટે લાઇનમાં ઊભા રહેતા હતા. વ્યવસ્થા કરી રહેલ લોકો પણ દોડી-દોડીને વ્યવસ્થા કરી રહ્યા હતા.

આસપાસનાં શહેરોમાંથી પણ આવ્યા લોકોઃ 72 ફૂટ ઊંચી અષ્ટધાતુની ભગવાન હનુમાનની પ્રતિમાનું નિર્માણ કાર્ય 14 વર્ષ ચાલ્યું, જેની પ્રાણ પ્રતિષ્ઠા માટે નવ દિવસીય અનુષ્ઠાન મહાપ્રસાદ મંગળવારે (ત્રીજી માર્ચ) પૂરો થયો. પ્રસાદ ગ્રહણ કરવા માટે ઉજ્જૈન, દેવાસ, રાહુ સહિત આસપાસનાં શહેરોમાંથી પણ લોકો આવ્યાં હતાં. પાણી પીવડાવવાની જવાબદારી સ્થાનિક લોકોએ સંભાળી હતી. પોતાનાં ઘર અને દુકાનની બહાર પાણીનાં કેન મૂકવામાં આવ્યાં હતાં. નગર ભોજ માટે હજારો ઘરોમાં રસોઇ બનાવવામાં આવી હતી.

લોકો સહ પરિવાર આયોજન માટે સેવા આપી રહ્યા હતા. સાત કિમીના રસ્તા પર લોકોને પોતાની સુવિધા અનુસાર નજીકમાં ભોજન આપવામાં આવ્યું. બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ ઈન્દોર નિવાસી કૈલાશ વિજયવર્ગીય પણ આ આયોજનમાં જોડાયા હતા, જેમણે 16 વર્ષ પહેલાં પિતરેશ્વર હનુમાન રૂપે આ ઊર્તિની સ્થાપનાનો સંકલ્પ લીધો હતો. તેમણે જણાવ્યું કે, મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા ન થાય ત્યાં સુધી અન્ન ગ્રહણ ન કરવાનો સંકલ્પ લીધો હતો, જે આજે પૂરો થયો.

સવાર પડતાં જ રસ્તો થઈ ગયો પહેલાં જેવો સાફઃ સ્વચ્છતામાં નંબર વન આ શાહેરના 150 નગર કર્મીઓએ નગર ભોજ બાદ કાર્યકર્તાઓ સાથે મળી સવાર સુધીમાં આખા વિસ્તારને પહેલાં જેવો જ સાફ કરી દીધો. એમ અંદાજો પણ ના આવે કે, થોડા કલાકો પહેલાં અહીં લાખો લોકોએ ભોજન લીધું હશે. શહેરવાસીઓએ પણ પતરાળીઓ જ્યાં-ત્યાં નાખવાની જગ્યાએ કચરાપેટીમાં જ નાખી. બે રોડ સ્વીપિંગ મશીનોએ રસ્તાને સાફ કર્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *