Tuesday, April 23, 2024
Google search engine
HomeNationalમિસ્ડ કૉલથી થયો પ્રેમ, પરિણીત ને બે સંતાનોની મા 11 વર્ષ નાના...

મિસ્ડ કૉલથી થયો પ્રેમ, પરિણીત ને બે સંતાનોની મા 11 વર્ષ નાના પ્રેમીને ઘરેથી ભગાડી ગઈ

જહાનાબાદમાં એક મિસ્ડકોલથી મિસમેચની જોડી બની હતી. બે બાળકોની માતાને તેનાથી 11 વર્ષ નાના યુવક સાથે પ્રેમ થઇ ગયો હતો. તે બંને ઘરેથી ભાગી ગયા હતા અને બંને ગોવા અને મુંબઇની આસપાસ ફરતા હતા. અહીં મહિલાના પતિએ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી. પોલીસે ફોન કર્યો તો પ્રેમી યુગલ પોલીસ સ્ટેશન પહોંચી ગયું. પોલીસે બોયફ્રેન્ડની ધરપકડ કરી હતી. મહિલાનું કહેવું છે કે, તે સાસરે જવા માંગતી નથી.

આ ઘટના જહાનાબાદના ઉતાહ મહોલ્લાની છે. પોલીસના જણાવ્યા મુજબ રણજિતસિંહના લગ્ન લગભગ 10 વર્ષ પહેલા પ્રિયા કુમારી સાથે થયા હતા. આ દંપતીને બે બાળકો પણ છે, પરંતુ લગભગ 2 વર્ષ પહેલાં પ્રિયાના મોબાઇલથી એક મિસ્ડ કોલ એક છોકરાના મોબાઇલ નંબર પર ગયો હતો.

આ મિસ્ડ કોલ જે નંબર પર ગયો હતો તે શહેરના અરવલ મોડ પાસેના ભાડાના મકાનમાં રહેતો સુજીત કુમાર હતો. આ દિવસ બાદ બંને વચ્ચે મિત્રતા બંધાઈ અને ફોનમાં વાત કરવાનું શરૂ કર્યું હતું. બંને વચ્ચેની મિત્રતા ક્યારે પ્રેમમાં બદલાઈ ગઈ તેનો ખ્યાલ જ ના રહ્યો. આ સમય દરમિયાન આ સંબંધ અંગે કોઈને ખ્યાલ જ નહોતો. એક મહિના પહેલાં આ પ્રેમી યુગલ ભાગી ગયું હતું.

પતિએ FIR નોંધાવી હતી
પત્ની ભાગી ગઈ પછી રંજીત સિંહે સુજીત કુમાર અને તેના પરિવારના સભ્યો પર પત્ની સાથે ભાગી જવાનો આરોપ લગાવતા નગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો. પોલીસની કડક કાર્યવાહીના કારણે બંને નગર પોલીસ સ્ટેશન આવ્યા હતા.

મંદિરમાં લગ્ન કર્યા
સુજીત કુમારે કહ્યું, “હું પહેલા ગોવા ગયો હતો. લગભગ એક મહિના સુધી ત્યાં રહ્યો. આ પછી તે મુંબઈ આવ્યો અને બંને એક રૂમ લઈને મુંબઈમાં રહેવા લાગ્યા. જ્યારે પૈસા ખલાસ થઈ ગયા ત્યારે તેણે પેઇન્ટ કંપનીમાં કામ કરવાનું શરૂ કર્યું. બંને પોલીસ સ્ટેશન આવ્યાની માહિતી ઘરના લોકો સુધી પહોંચતા બંનેના પરિવારજનો પણ ત્યાં પહોંચી ગયા હતા. આ પછી સાસરીવાળા પ્રિયાને સાસરે લઈ જવા માટે મનાવવા માંગતા હતા, પરંતુ પ્રિયાએ કહ્યું કે મેં અને સુજીતે સાથે જીવવા અને મરવાના સોગંદ લીધા છે અને બંનેએ મંદિરમાં લગ્ન પણ કરી લીધા છે એટલા માટે હું સાસરે નહિ જાઉં. અહીં પોલીસે છોકરાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવાની તજવીજ હાથ ધરી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page