Tuesday, April 9, 2024
Google search engine
HomeGujaratદક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 14 ઈંચ વરસાદથી જ્યાં જુઓ ત્યાં પાણી...

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 14 ઈંચ વરસાદથી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી

વલસાડ: છેલ્લા 3 દિવસથી પડી રહેલા વરસાદને કારણે આખું વલસાડમાં પાણી જ પાણી જ થઈ ગયું હતું. જિલ્લા ઉપરાંત તમામ તાલુકાઓમાં પણ ભારે વરસાદ નોંધાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન વાપીમાં સૌથી વધારે 14 ઈંચ વરસાદ ખાબક્યો છે.

વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે જનજીવન અસર પડી છે. વરસાદને કારણે ગણદેવીની અંબિકા નદી પર આવેલા દેવધા ટાઈડલ ડેમના દરવાજા ખોલવા પડ્યા હતા. આ ઉપરાંત વલસાડની ઔરંગા નદી બે કાંઠે વહેતી થઈ હતી. રવિવારે ઔરંગા નદીના પાણીના પ્રવાહમાં એક આધેડ તણાયો હતો.

જિલ્લામાં ભારે વરસાદથી ધરમપુરની માન અને તાન નદી, કપરાડાની પાર નદી બે કાંઠે વહી હતી. આ ઉપરાંત માંડવીનો ગોડધા ડેમ ઓવરફ્લો થઈ ગયો હતો. વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં આવેલા કોઝવે અને ચેકડેમો પર પાણી ફરી વળ્યા હતા.

છેલ્લા 24 કલાક વલસાડમાં 13.48 ઈંચ, વાપી, 14 ઈંચ, પારડી 10 ઈંચ, ધરમપુરમાં 7 ઈંચ અને કપરાડામાં 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. વલસાડ જિલ્લામાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.

RELATED ARTICLES

5 COMMENTS

  1. I participated on this online casino platform and earned a significant sum of cash. However, later on, my mother fell seriously ill, and I needed to cash out some money from my wallet. Unfortunately, I faced issues and couldn’t finalize the cashout. Tragically, my mother passed away due to such casino site. I urgently plead for your help in reporting this situation with the online casino. Please help me to obtain justice, to ensure others won’t experience the pain I’m facing today, and avert them from facing similar tragedy. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page