16 વર્ષના એક બેટ્સમેને 55 ચોગ્ગા અને 52 છગ્ગાની મદદથી 167 બોલમાં ફટકાર્યા 585 રન

Featured Sports

નવી દિલ્હી: 167 બોલમાં 55 ચોગ્ગા, 52 સિક્સર અને ફટકાર્યા 585 રન આ જાણીને તમને નવાઈ લાગશે કે આટલો મોટો સ્કોર કોઈ એક ખેલાડી નહીં પણ ટીમનો હશે. જો તમે આવું વિચારી રહ્યા છો તો આ બિલકુલ ખોટું છે. આટલો મોટો સ્કોર કોઈ ટીમનો નહીં પરંતુ ફક્ત એક જ બેટ્સમેને નોંધાવ્યા છે. આ બેટ્સમેનનું નામ છે સ્વસ્તિક ચિકારા.

સ્વસ્તિક ચિકારાએ આ ઈનિંગ્સ માહી ક્રિકેટ એકેડેમી તરફથી ગોરખપુરની એસીઈ ક્રિકેટ એકેડેમી વિરૂદ્ધ રમી હતી. તેની વિસ્ફોટક બેટિંગથી માહી ક્રિકેટ એકેડેમીએ શહીદ રામ પ્રસાદ બિસ્મિલ સ્મૃતિ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગોરખપુરની એસીઈ ક્રિકેટ એકેડેમીને 355 રનથી પરાજય આપ્યો હતો.

શુક્રવારે રમાયેલી ગાઝિયાબાદના દીવાન ક્રિકેટ ગ્રાઉન્ડ પર એક મેચ એસીઈ ક્રિકેટ એકેડેમીએ ટોસ જીતીને માહી એકેડેમીને બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. ત્યાર બાદ 16 વર્ષીય સ્વસ્તિક છવાઈ ગયો હતો તેણે પ્રીત સાથે પ્રથમ વિકેટ માટે 527 રનની ભાગીદારી નોંધાવી હતી. તેમાં પ્રીતના 48 રન હતા જ્યારે સ્વસ્તિકે 167 બોલમાં 585 રન નોંધાવ્યા હતા.

સ્વસ્તિકે પોતાની ઈનિંગ્સમાં 55 ચોગ્ગા અને 52 સિક્સર ફટકારી હતી. ટીમે તેની વિસ્ફોટક ઈનિંગ્સની મદદથી 38.2 ઓવરમાં 704 રનનો જંગી સ્કોર ખડકી દીધો હતો. એસીઈના બોલર્સ સોનુએ 77 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. લક્ષ્યાંકને પાર પાડવા ઉતરેલી એસીઈ ક્રિકેટ એકેડેમી નિર્ધારીત 40 ઓવરમાં સાત વિકેટ પર 349 રન નોંધાવ્યા હતા. વિશાલે 104 રનની ઈનિંગ્સ રમી હતી. સ્વસ્તિક, પ્રિન્સ અને કરૂણાએ 2-2 વિકેટ ઝડપી હતી.

સ્વસ્તિકનું અત્યાર સુધીનો સર્વોચ્ચ સ્કોર 356 રનનો રહ્યો હતો. તેણે 22 બેવડી અને સાત ત્રેવડી સદી ફટકારી છે. શુક્રવારે તેણે પ્રથમ બોલ પર જ સિક્સર ફટકારી હતી અને ત્યાર બાદ તે અટક્યો ન હતો. એસીઈના બોલર્સ તેની સામે લાચાર જોવા મળ્યા હતાં. ચિકારાએ 585 રનની ઈનિંગ્સ રમી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *