Friday, April 12, 2024
Google search engine
HomeFeature Rightમધ્ય પ્રદેશમાં 19 વર્ષિય યુવતીને પ્રેમ કરવાની તાલિબાની મળી સજા? વીડિયો વાયરલ...

મધ્ય પ્રદેશમાં 19 વર્ષિય યુવતીને પ્રેમ કરવાની તાલિબાની મળી સજા? વીડિયો વાયરલ થયો

મધ્ય પ્રદેશના અલીરાજપુરના ટેમાસ ગામની 19 વર્ષની એક યુવતીને ગામના કેટલાંક લોકો તેને લાકડીઓથી ફટકારતા પગદંડી પરથી ભગાડતાં હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

સમગ્ર ઘટનાનો વીડિયો છોટાઉદેપુરમાં પણ આ વાયરલ થતાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. આ વીડિયોમાં નજરે પડતી હકીકત પ્રમાણે એક યુવતીને ગામના કેટલાંક ઈસમો લાકડી વડે ફટકારતાં તે વીડિયોમાં જોવા મળ્યું હતું. રડતી યુવતી બચવા માટે પગે પડી રહી હતી. તેને આ ગામના કોઈક યુવાનને પ્રેમ કરવા માટેની તાલિબાની સજા ફટકારવામાં આવી હતી.

બેશર્મી, બેરહેમી અને બેહયાતીની પરાકાષ્ઠા પાર કરતા તેને મારવા અને જુલૂસ કાઢી માનવતાને શર્મસાર કરનારા વિરૂદ્ધ સમગ્ર અલીરાજપુર અને છોટાઉદેપુર જિલ્લા સહિતના વિસ્તારમાંથી ફિટકાર વરસ્યો હતો.

આ અંગે એમ કહેવાય છે કે, આ યુવતીને ગામના જ કોઈક યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો અને બન્નેએ ભાગીને લગ્ન કરવાનું નક્કી પણ કરી લીધું હતું પરંતુ અગમ્ય કારણોસર તેમ થઈ શક્યું ન હતું અને તેની ખબર ગામના કેટલાંક લોકોને થતાં આ ગામ જ તાલિબાની હકુમતમાં બદલાઈ ગયું હતું.

અલીરાજપુરના અંબુઆ પોલીસ સ્ટેશનના ટેમાચી ગામે આ ઘટના બની હતી. જેની ઠેર ઠેર ભારે ટીકાઓ થવા લાગી હતી. ટેમાચી આખું ગામ તાલિબાનમાં ફેરવાઈ ગયું હતું. શર્મની વાત તો એ છે કે, આ વાયરલ વીડિયોમાં જ્યારે બેબશ, બેસહારા યુવતી ચીખ મારતી માર મારતા ટોળાંથી બચાવા આગળ દોડતી, ચાલતી જઈ રહી હોય છે. ત્યારે કોઈકે તેનો વીડિયો ઉતાર્યો હતો.

ટોળાંમાં જેઓ યુવતી પાછળ આવી રહ્યા હતા તેઓને આ ઘટના અંગે શરમ પણ આવતી ન હતી. ઊલટુ ઘણાં હસતાં નજરે પડી રહ્યા હતા. વાયરલ વીડિયો અંગે અલીરાજપુર પોલીસને જાણ થતાં ચાર વ્યક્તિઓ વિરૂદ્ધ ગુનો નોંધી ચારેયની ધરપકડ કરી જેલમાં પૂરી દીધા હતા.

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket launching into the galaxy of endless possibilities! ? The mind-blowing content here is a thrilling for the mind, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a source of exciting insights! #InfinitePossibilities Embark into this thrilling experience of knowledge and let your imagination soar! ? Don’t just explore, experience the excitement! #FuelForThought Your brain will thank you for this exciting journey through the dimensions of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page