Thursday, April 18, 2024
Google search engine
HomeNational20 વર્ષથી અન્નનો દાણો પણ નથી નાખ્યો મોંમાં, માત્ર છાશ ને પાણી...

20 વર્ષથી અન્નનો દાણો પણ નથી નાખ્યો મોંમાં, માત્ર છાશ ને પાણી પર જીવે છે આ સંત

જયપુરઃ રાજસ્થાનના પાલી જિલ્લાના મારવાડ ગોડવાડ વિસ્તારમાં એક એવા સંત છે, જેમણે 20 વર્ષથી અન્નો ત્યાગ કર્યો છે. છાશ તથા પાણીના દમ પર 72 વર્ષેય તેઓ સ્વસ્થ છે. તે પોતાનું તમામ કામ જાતે કરે છે.

સોમેસર બુસી માર્ગ નજીક આવેલા નાનકડા આશ્રમમાં સંત ત્યાગી ઉર્ફે પુષ્કર દાસ છેલ્લાં 24 વર્ષથી તપ કરે છે. ગામવાસીઓએ જ નાનકડી ઝૂંપડી બનાવી આપી હતી. સંત ભાગ્યે જ વાત કરે છે. છેલ્લાં 20 વર્ષમાં અન્નો ત્યાગ કર્યો છે. તે છાશ તથા પાણીથી જ પેટ ભરે છે.

પ્રસાદમાં છાશ ને ટૉફીઃ આશ્રમમાં આવતા શ્રદ્ધાળુઓને પ્રસાદમાં સંત છાશ તથા ટૉફી આપે છે. આશ્રમની સાર સંભળા ગામવાસીઓની મદદથી થાય છે. છાશ પણ ગામના લોકો જ લઈને આવે છે. ગ્રામણીઓએ આશ્રમમાં પાણીની વ્યવસ્થા કરી હતી અને થોડું ઘણું બાંધકામ પણ કર્યું હતું.

સંત રોકડ રૂપિયામાં ક્યારેય કોઈ ભેટ સ્વીકારતા નથી. શરીર પર પર દર સિઝનમાં માત્ર એક જ કપડું હોય છે. સુખ સુવિધાના નામે તેની પાસે કંઈ જ નથી.

ઝૂંપડીમાં જ બહુ ઓછો સમય માટે સૂએ છે. ગુરુપૂર્ણિમાને દિવસ આશ્રમમાં પુરુષ તથા મહિલાઓની લંબી લાઇન લાગી હતી.

ઉલ્લેખનીય છે કે ગુજરાતના ચૂંદડીવાળા માતાજી ઘણાં જ ચમત્કારી સંત હતા. તેઓ 91 વર્ષની ઉંમરે બ્રહ્મલીન થયા હતા. તેમણે 80 વર્ષ સુધી અન્ન જળનો ત્યાગ કર્યો હતો.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure soaring into the universe of excitement! ? The mind-blowing content here is a captivating for the mind, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of exciting insights! #AdventureAwaits Embark into this cosmic journey of discovery and let your thoughts soar! ? Don’t just explore, immerse yourself in the excitement! #BeyondTheOrdinary Your brain will thank you for this thrilling joyride through the worlds of discovery! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page