Wednesday, April 17, 2024
Google search engine
HomeGujaratVideo: અંબાજી માતાના દર્શન કરીને પરત આવતાં શ્રદ્ધાળુઓની બસનો અકસ્માત સર્જાયો, 21નાં...

Video: અંબાજી માતાના દર્શન કરીને પરત આવતાં શ્રદ્ધાળુઓની બસનો અકસ્માત સર્જાયો, 21નાં મોત

પાલનપુર: અંબાજી માતાજીના દર્શન કરી ઊંઝા ઉમિયા માતાજીના દર્શન કરવા જઈ રહેલા આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાની 76 પ્રવાસીઓથી ભરેલી લક્ઝરી બસ સોમવારે સાંજે ચાર વાગે ત્રિશુળિયા ઘાટના વળાંકમાં અચાનક પલટી ખાતાં 21 લોકોનાં કમકમાટી ભર્યાં મોત નીપજ્યાં હતાં. જ્યારે અન્ય 55 લોકોને ઈજા પહોંચતાં નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. ઓવર સ્પીડને કારણે લક્ઝરી બસના ચાલકે બ્રેક મારતાં જ ડ્રાઈવર સાઈડ પાછળનું ટાયર ઊંચું થઈ જતાં પલટી મારી હોવાનું પ્રાથમિક અનુમાન છે.

સોમવારે સાંજે આણંદ તાલુકાના આંકલાવ તાલુકાના પ્રવાસીઓ લક્ઝરી બસમાં અંબાજીથી દર્શન કરી ઊંઝા ઉમિયા માતાના દર્શન કરવા જઈ રહ્યા હતા. તે દરમિયાન બસ જ્યારે ત્રિશુળિયા ઘાટ પાસેના અત્યંત ભયજનક હનુમાન મંદિર પાસેના વળાંકમાં યુ-ટર્ન લઈ રહી હતી તે દરમિયાન ઓવર સ્પીડ અને વરસાદને લીધે પાછલું વ્હિલ ઊંચુ થઈ ગયું હતું જેના કારણે ડ્રાઈવરે કાબૂ ગુમાવી દીધો હતો અને બસ પલટી ખાઈ ગઈ હતી. જેમાં 21 લોકોનાં મોત નિપજ્યા હતાં.

દાંતા અને અંબાજીથી જેસીબી મંગાવી લક્ઝરી બસને ઉંચી કરવામાં આવી હતી અને એમાંથી ઈજાગ્રસ્ત થયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. 55 જેટલા મુસાફરોને ઈજા પહોંચતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્મતાની જાણ થતાં જ બનાસકાંઠા કલેકટર સંદિપ સાંગલે પણ તાત્કાલિક દાંતા પહોંચ્યા હતા.

ત્રિશુલિયા ઘાટ પાસે ખાનગી બસ પલટી મારતાં ઘટનાસ્થળે જ 10થી વધારે લોકોનાં મોત નિપજ્યાં હતાં. અકસ્માતને પગલે મુસાફરોની ચીચીયારીઓ ગુંજી ઉઠી હતી અને હાઈવે પર દોડધામ મચી ગઈ હતી. ઘટનાને પગલે દાંતા પોલીસે રાહત બચાવ કામગીરી શરૂ કરી હતી. જ્યારે બસમાં ફસાયેલાઓને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી. ઘટનાસ્થળે 108 સહિતની એમ્યુલન્સનો કાફલો દોડી ગયો હતો.

RELATED ARTICLES

6 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey blasting off into the universe of excitement! ? The mind-blowing content here is a rollercoaster ride for the imagination, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a source of exciting insights! #InfinitePossibilities ? into this cosmic journey of knowledge and let your imagination fly! ? Don’t just explore, experience the excitement! ? Your brain will be grateful for this thrilling joyride through the worlds of awe! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page