Tuesday, April 9, 2024
Google search engine
HomeBusinessભંગાર ભેગો કરીને આજે કરે છે કરોડોની કમાણી, મિત્રો પણ મૂકાયા નવાઈમાં

ભંગાર ભેગો કરીને આજે કરે છે કરોડોની કમાણી, મિત્રો પણ મૂકાયા નવાઈમાં

કહેવાય છે કે, કોઈએ ફેંકેલો કચરો બીજા માટે ખૂબ જ કામનો હોય છે. વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું તે એક અનોખી કળા છે. અહમદનગરના 28 વર્ષીય પ્રમોદ સુસરે તેમના સ્ટાર્ટઅપ પણ વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું કામ કરી રહ્યા છે. તે ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટને અપસાઇકલ કરી, ગાર્ડન કેફે અને હોટેલ્સ માટે જબરદસ્ત ફર્નીતર બનાવવા માટે કામ કરી રહ્યા છે.

તેમણે વર્ષ 2018માં નોકરી કરતાં કરતાં ફર્નીચર બનાવવાનું શરૂ કર્યું હતું. આવડત અને તનતોડ મહેનતના દમ પર તેમને ઘણાં ઓર્ડર પણ મળવાના શરૂ થઈ ગયા હતા અને માત્ર ત્રણ વર્ષની અંદર જ તેમણે એક કરોડથી વધુનો નફો કમાઈ લીધો હતો. આજે પ્રમોદ ખુદ 15 લોકોને રોજગારી આપી રહ્યા છે. કોરોનાકાળમાં જ્યારે ઓડર્સ નહોતા મળતાં ત્યારે તેની પાસે ઉપલબ્ધ સામાનમાંથી તેમણે સેનેટાઇઝર ડિસ્પેન્સર મશીન, કોવિડ હોસ્પિટલ માટે બેડ બનાવવાનું કામ કર્યું હતું. પ્રમોદે જણાવ્યું કે, ” જ્યારે હું ફેક્ટરીમાં કામ કરતો હતો, ત્યારે મેન્ટેનસ એન્જિનિયર હોવા છતાં હું વેલ્ડિંગ અને ફિક્સિંગ સહિતના કામ કરતો હતો. લોકો મારી મજાક ઉડાડતાં હતાં કે, મેકેનિકનું કામ કેમ કરી રહ્યો છું? પણ મારો અનુભવ આજે મને કામ લાગી રહ્યો છે.”

પ્રમોદે અહમદનગરથી એન્જિનિયરિંગની સ્ટડી કરી છે. આ પછી તે પુણેની એક કંપનીમાં મેન્ટેનસ એન્જિનિયર તરીકે કામ કરતાં હતાં. ખેડૂત પરિવારમાંથી હોવાને લીધે પ્રમોદનું બાળપણથી સપનું હતું કે, તે પોતાનો બિઝનેસ કરે, પણ ઘરની આર્થિક સ્થિતિને જોતાં તેમણે નોકરી કરવાનું શરૂ કરી દીધું હતું. તે દરમિયાન પણ તે ઘણાં બિઝનેસ આઇડિયા વિશે વિચારતાં હતાં. પણ તેમની પાસે કામ શરૂ કરવા માટે મૂડી નહોતી.

પ્રમોદે જણાવ્યું કે, ” મારા પિતા પાસે માત્ર એક એકર જમીન છે, જેનાથી ઘર ચલાવવું ખૂબ જ મુશ્કેલ હતું. હું પોતાના પગારમાંથી ઘરે રૂપિયા મોકલાવતો હતો. એકવાર સોશિયલ મીડિયામાં તેમણે જોયું કે, જાપાનમાં ડ્રમ અને ટાયરનો ઉપયોગ કરી સુંદર ફર્નીચર બનાવવામાં આવે છે. જોકે, તે જ્યાં કામ કરતો હતો. તે ફેક્ટરી ઇન્ડસ્ટ્રી વિસ્તારમાં જ હતી. એટલે તે ત્યાં ઘણીવાર ડ્રમ સહિતની વસ્તુ ભંગારમાં આપતો જોતો હતો. એક દિવસ જ્યારે તે પોતાની બાઇકનું પંક્ચર કરાવવા દુકાને ગયો તો ત્યાં ટાયર વિશે પણ આવી જ કંઈક માહિતી મળી હતી. તે લોકો ટાયરને 7 રૂપિયા પ્રતિ કિલોના ભાગે કબાડીમાં વેચી દેતાં હતાં.

બસ પછી શું હતું પ્રમોદે કેટલાક ટાયર અને ડ્રમ્સને ખૂબ જ સસ્તા ભાવમાં ખરીદ્યા અને સેકન્ડ હેન્ડ દુકાનથી ડ્રિલ મશીન સહિતની જરૂરી વસ્તુની લાવીને કામ શરૂ કરી દીધું. તે ઓફિસથી આવીને દરરોજ ચાર-પાંચ કલાક ફર્નીચર બનાવવા માટે કામ કરતો હતો. તેમણે જણાવ્યું કે, ” કેમ કે મારી પાસે ઘણું ફર્નીચર બનાવીને તૈયાર હતું. જેને ખરીદવાવાળું કોઈ નહોતું. તે મેં આસ-પાસના જ્યુશ સેન્ટરમાં તેને રાખી દીધું અને તેના માલિકોને મારો નંબર આપી દીધો જેથી કોઈ પૂછપરછ કરી શકે.”

આ રીતે તેમણે કેટલાક નાના મોટા ઓડર્સ મળવાના શરૂ થઈ ગયા હતાં. ફર્નીચર ખરીદવા આવતાં કસ્ટમરને તે ઓફિસના સમય પછી મળતાં હતાં. પણ એક-બે ઓર્ડર્સ મળવાને લીધે તે નોકરી છોડી શકતાં નહોતાં. તેમણે કામ કરવા માટે એક નાની જગ્યા ભાડે લીધી હતી. લગભગ એક વર્ષ સુધી તે આ રીતે જ કામ કરતાં હતાં અને અંતે એક વર્ષ પછી ઓક્ટોબર 2019માં તેમણે પુણેના એક કેફે માટે ફર્નીચર બનાવવાનું કામ મળ્યું હતું. આ ઓર્ડર મોટો હતો અને સાથે જ તેમની પાસે અન્ય ઓર્ડર પણ હતાં. આ પછી તેમણે નોકરી છોડી સ્ટાર્ટઅપ પર કામ કરવાનું શરૂ કર્યું. તેમણે પોતાની મદદ માટે બે લોકોને રાખ્યા અને P2S International નામની પોતાની કંપની પણ રજિસ્ટર કરાવી દીધી.”

જોકે, તેમણે ઘરવાળાને એક વર્ષ સુધી તે પોતાના આ સ્ટાર્ટઅપ વિશે જણાવ્યું નહોતું. પણ કોરોનાકાળમાં જ્યારે તેમને કામ બંધ કરીને જ્યારે ઘરે જવું પડ્યું ત્યારે તેમણે ઘરે દરેકને જણાવ્યું હતું. પણ તેમની પાસે માત્ર એક જ મહિનાથી કામ નહોતું. પ્રમોદે કહ્યું કે, ” મારી સાથે કામ કરનારા લોકો પણ ઘરે જઈ શકતાં નહોતા અને મારી પાસે સામાન પણ હતો, તો અમે મે મહિનામાં સેનેટાઇઝર ડિસ્પેન્સરી મશીન બનાવવાનું કામ શરૂ કરી દીધું હતું. અમારે માત્ર પાઇપ્સ લાવવા પડ્યા હતા. અમે વેલ્ડિંગ કરીને ઘણાં મશીન બનાવ્યા અને ઘણો નફો પણ કમાયો હતો.”

લૉકડાઉન ખુલતાં જ તેમને મુંબઈ, પુણેની ઘણી હોટેલ્સ અને કેફે માટે ફર્નીચર બનાવવાનું કામ મળી ગયું હતું. આ વર્ષે જ્યારે દેશમાં કરોડો કોવિડના દર્દી પાસે બેડ નહોતા. ત્યારે તેમણે કોવિડ સેન્ટર માટે બેડ બનાવવાનું પણ કામ કર્યું હતું.

આ વર્ષે માર્ચ મહિનામાં તેમને સાઉથ આફ્રિકાથી પણ ઓર્ડર મળ્યો હતો. અત્યારસુધી તેમણે 15 હોટેલ્સ અને કેફે માટે ફર્નીચર બનાવ્યું છે. અત્યારે તેમની પાસે હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ અને ગુજરાતથી પણ ફર્નીચરના ઓર્ડર આવે છે.

પ્રમોદે જણાવ્યું કે, ” અમે આજે પણ ઘણાં સેકન્ડ હેન્ડ ટૂલ્સનો ઉપયોગ કરીએ છીએ. જે મેં નોકરી કરતી વખતે ખરીદ્યા હતાં. ફર્નીચર બનાવવાનો સામાન સરળતાથી મને આસ-પાસની ફેક્ટરીમાંથી મળી જાય છે. મારે માર્કેટિંગમાં પણ કોઈ ખર્ચો કરવો પડતો નથી. માત્ર સોશિયલ મીડિયા દ્વારા જ ઘણાં લોકો મારા વિશે જાણી મને ઓર્ડર આપે છે. ”

અંતમાં પ્રમોદે કહ્યું કે, ” જ્યારે મેં જૂના ટાયર અને તૂટેલી વસ્તુ ખરીદવાનું શરૂ કર્યું ત્યારે મારા ફ્રેન્ડ્સ કહેતાં હતાં કે, કેમ નોકરી છોડીને કબાડનું કામ કરી રહ્યો છું. પણ મને ખુદ પર વિશ્વાસ હતો. એટલે મેં ક્યારેય તેમની વાતો પર ધ્યાન આપ્યું નહીં. આજે તે ફ્રેન્ડ મારા વખાણ કરે છે. ડેનાથી મને ખૂબ જ ખુશી થાય છે. ”

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the universe of endless possibilities! ? The mind-blowing content here is a rollercoaster ride for the mind, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of exciting insights! #MindBlown Embark into this exciting adventure of imagination and let your imagination fly! ✨ Don’t just explore, savor the thrill! #FuelForThought Your brain will thank you for this exciting journey through the dimensions of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page