|

ગૌરક્ષા નામે ત્રણ લોકોની ધોલાઈ, ઓવૈસીએ કહ્યું- નવા ભારતમાં તમારું સ્વાગત છે

ભોપાલ: લોકસભા ચૂંટણીનું પરિણામ આવ્યાને હજી 24 કલાક પણ વિત્યા નથી ને ગૌરક્ષા નામે પર ગુંડાગર્દીનો એક નવો વીડિયો સામે આવ્યો છે. આ ઘટના મધ્યપ્રદેશના સિવનીની છે. જ્યાં કેટલાંક લોકો ગૌમાંસ લઈ જવાની સૂચના મળતા ત્રણ લોકોની ખૂબ ધોલાઈ કરે છે. એટલું જ નહીં પીડિતોને જબરદસ્તીથી જયશ્રી રામના નારા પણ લગાવડાવે છે.

પ્રાપ્ત વિગત મુજબ ગૌરક્ષાના નામે ગુંડાગર્દીનો આ વીડિયો બેથી ત્રણ દિવસ જૂનો છે. ગુંડાગર્દી કરનારા લોકો રામ સેના સંબધિત હોવાનું કહેવાય છે. રામસેનાના લોકોને ક્યાંકથી એવી જાણકારી મળી હતી કે ઓટોમાં સવાર બે યુવક અને એક મહિલા પોતાની સાથે ગૌ માંસ લઈ જઈ રહ્યા છે. ત્યાર બાદ રામ સેનાના લોકોએ ઘટના સ્થળે પહોંચીને લાઠીઓથી પીડિતોની ધોલાઈ શરૂ કરી હતી. યુવકોએ મહિલાને પણ છોડી નહોતી.

બીજી તરફ આ ઘટના અંગે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લમિનના અસદુદ્દીન ઓવૈસીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આ સેક્યુલરિઝમનો નકાબ છે. ઓવૈસીએ ટ્વિટ કરતાં લખ્યું- ”મોદીના મતદાતો દ્વારા બનવવામાં આવેલી મંડળીના સભ્યો મુસ્લિમો સાથે આ પ્રકારનો વ્યવહાર કરે છે. નવા ભારતમાં તમારું સ્વાગત છે.”

Similar Posts

Leave a Reply

Your email address will not be published.