Friday, April 12, 2024
Google search engine
HomeNationalગુજરાત પાર્સિંગવાળી ક્રેટા કારમાં શાકભાજીની જેમ ભરેલા હતાં કરોડો રૂપિયાના બંડલો

ગુજરાત પાર્સિંગવાળી ક્રેટા કારમાં શાકભાજીની જેમ ભરેલા હતાં કરોડો રૂપિયાના બંડલો

રાજસ્થાનમાં એક કારમાંથી મળેલ કરોડો રૂપિયાની કરન્સી નોટોના કારણે વિવાદ શરૂ થયો છે. પોલીસે ગુજરાતની નંબર પ્લેટવાળી કારમાંથી 6 કરોડ 75 લાખ રૂપિયા જપ્ત કરવાનો દાવો કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ રકમ હવાલાની છે. બીજી તરફ જે કંપનીના આ પૈસા હતા, તેણે કહ્યું છે કે, આ રકમ 6 કરોડ 85 લાખ હતી. એટલે 10 લાખ રૂપિયાની હેરફેર થઈ છે. આ કેસ બુધવારે ભીલવાડા જિલ્લામાં જોવા મળ્યો હતો.

પ્રતાપ નગર પોલીસે એક ખબરીની સુચનાના આધારે પુર રોડ પર એક કારને પકડી હતી. કારની તલાશી લેતાં તેમાં 2000 થી 500 ની નોટોનાં બંડલ હતાં. તલાશી દરમિયાન અ અબંડલ એક કટ્ટામાં હતાં. આ બાબતે પોલીસે ગુજરાતના રહેવાસી રાહુલ ચાવડા અને જયદીપ ચાવડાની ધરપકડ કરી હતી.

પોલીસનું કહેવું છે કે, આ કાર્યવાહી કરવા છતાં આ નોટો પર કોઈએ દાવો કર્યો નથી. જોકે અમદાવાદમાં મેક ટેક એગ્રીકલ્ચર કંપનીના માલિક કમલેશ શાહે તેમના વકીલ શહઝાદ મોહમ્મદને પ્રતાપ નગર મોકલીને કહ્યું કે, તેમણે ભીલવાડામાં એક એગ્રીકલ્ચર જમીન ખરીદવા માટે અમદાવાદથી 6.85 કરોડ રૂપિયા ડ્રાઈવર અને હેલ્પર સાથે ભીળવાડા મોકલ્યા હતા. પરંતુ આ સોદો કેન્સલ થતાં તે રૂપિયા લઈને પાછા આવી રહ્યા હતા. જોકે આ રૂપિયા કંપનીના છે અને પોલીસે તેમનો સંપર્ક કર્યો નથી.

જોકે આ કેસ ઈનકમ ટેક્સ અને ઈડી સુધી પણ પહોંચી ગયો છે. કહેવાય છે કે, પ્રતાપનગર પોલીસ સ્ટેશનના કૉન્સ્ટેબલ બનવારી અને અસલમ પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યાં જ તેમના હાથમાં આ ગાડી આવી ગઈ હતી.

ક્રેટા કારની ડિગ્ગીમાં આટલી મોટી રકમ જોઈને પોલીસવાળા પણ આશ્ચર્યચકિત થઈ ગયા. ડિગ્ગીની સીટની નીચે એક બૉક્સ બનાવવામાં આવ્યું હતું. આગળની સીટની નીચે પણ એક બૉક્સ હતું, જેમાં ચલણી નોટોનાં બંડલ હતાં.

નોટ ગણવા માટે જ્યારે બેન્કમાંથી મશીન મંગાવવામાં આવ્યાં ત્યારે એક મશીન પણ ગરમ થઈ ગયું. ત્યારબાદ બીજાં બે મશીનોથી જ નોટોની ગણતરી પૂરી કરવામાં આવી. ભીલવાડા ASP ચંચલ મિશ્રાએ કહ્યું – ખબરીઓ દ્વારા ગેરકાયદેસર ટ્રાન્જેક્શનની સૂચના મળતાં જ એક સ્પેશ્યલ ટીમ બનાવવામાં આવી.

પ્રતાપનગર પોલીસ સ્ટેશનમાં એક સફેદ રંગની ગાડીમાં ગેરકાયદેસર રકમની સૂચના મળી હતી. નાકાબંધી કરી ગાડીમાંથી 6 કરોડ 75 લાખ રૂપિયા જબ્ત કરવામાં આવ્યા છે. ગાડીમાં 2 લોકો હતા, જેમણે આ પૈસાના કોઈ સોર્સ અંગે જણાવ્યું નથી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page