Thursday, November 30, 2023
Google search engine
HomeNationalગુજરાતનો જ્વેલર પતિ હેવાન બનીને પત્ની સાથે કરતો અનનેચરલ સે@%ક્સ, શરીર પર...

ગુજરાતનો જ્વેલર પતિ હેવાન બનીને પત્ની સાથે કરતો અનનેચરલ સે@%ક્સ, શરીર પર ભરતો બચકાં

મધ્યપ્રદેશના ઈન્દોરમાં એક મહિલાએ અપ્રાકૃતિક સેક્સની લતે ચઢેલા પતિના દાંત જપ્ત કરાવ્યા છે. મહિલાના એકવાર ડિવોર્સ થઈ ચૂક્યા છે. તેણે 27 વર્ષ મોટા વ્યક્તિ સાથે બીજા લગ્ન કર્યા હતા. પત્નીએ પોતાના બીજા પતિ પર આરોપ મૂક્યો છે કે તે અનનેચરલ સે–ક્સ કરવાની આદત છે. લગ્નની પહેલી રાત્રે જ તેણે ખોટી રીતે સંબંધ બાંધતો હતો. જ્યારે તે ના પાડતી તો પતિ જીવથી મારી નાખવાની ધમકી આપતી હતી.

67 વર્ષીય આરોપી પતિ ગુજરાતનો મોટો જ્વેલર છે. પતિની આદતોથી તંગ આવીને 40 વર્ષીય પત્નીએ થોડાં દિવસ પહેલાં ઈન્દોરમાં મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.  મહિલાએ પોલીસ ફરિયાદમાં કહ્યું હતું કે ગયા વર્ષે ઓક્ટોબરમાં તેના લગ્ન થયા હતા. પતિએ કહ્યું હતું કે પહેલી પત્નીનું કોરોનાને કારણે મોત થયું હતું. મહિલા પણ ડિવોર્સી હતી. બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. જોકે, સુહાગરાતના દિવસે જ પતિએ એવી ગંદી હરકત કરી કે પત્ની ચીસ પાડી ઉઠી હતી.

પત્નીએ પતિ પર ગંભીર આરોપ મૂક્યોઃ મહિલાએ કોર્ટમાં કહ્યું હતું કે પતિએ તેની સાથે માત્ર અનનેચરલ સેક્સ જ નથી કર્યું, પરંતુ આખા શરીર પર બચકાં ભર્યાં છે. પ્રાઇવેટ પાર્ટમાં પણ બચકાં ભર્યા છે. મહિલાએ જ્યારે વિરોધ કર્યો તો હેવાન બનેલા પતિએ ધમકી આપી હતી.

પતિની આ હરકતોથી ત્રાસીને પત્ની ગુજરાતથી ભાગીને ઈન્દોર આવી ગઈ હતી અને અહીયા પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. મહિલાએ પોલીસને કહ્યું હતું કે તેના પતિના દાંત નકલી છે. નકલી દાંતથી તે આખા શરીર પર બટકા ભરતો હતો. પોલીસે કેસ કર્યો તો આરોપી પતિએ આગોતરા જામીન માટે કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. જોકે, કોર્ટે કેસની ગંભીરતા જોતા પતિની અરજી ફગાવી દીધી હતી. પોલીસે જ્યારે મહિલાની મેડિકલ તપાસ કરાવી તો ઈજાની પુષ્ટિ થઈ હતી. ત્યારબાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

પોલીસે પતિના નકલી દાંત પણ જપ્ત કરી લીધા હતા. આટલુંજ નહીં પીડિતાએ જિલ્લા કોર્ટમાં કહ્યું હતું કે તેના પતિને સરળતાથી છોડી ના મૂકવામાં આવે. તેને કડકમાં કડક સજા થાય. તેનો પતિ હેવાન છે. પીડિતાની ફરિયાદ બાદ પોલીસે પતિની ધરપકડ કરી હતી અને કોર્ટમા રજૂ કર્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page