Wednesday, April 17, 2024
Google search engine
HomeFeature Rightસુરત: ઉમરપાડામાં 7 ઈંચ વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

સુરત: ઉમરપાડામાં 7 ઈંચ વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

સુરતઃ ગુરુવારથી શરૂ થયેલા ઝરમર વરસાદ આજે વહેલી સવારથી સુરત સિટી અને સુરત જિલ્લામાં ધોધમાર વરસી રહ્યો છે. છેલ્લા છ કલાકમાં સુરત જિલ્લાના ઉમરપાડામાં 6 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે.

સુરતમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ સેન્ટ્રલ ઝોનમાં 49 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે અઠવામાં 45 મીમી, વરાછા-એમાં 38 મીમી, કતારગામમાં 36 મીમી, રાંદેરમાં 33 મીમી, લિંબાયતમાં 37 મીમી, વરાછા-બીમાં 23 મીમી અને ઉધનામાં 19 મીમી વરસાદ પડ્યો છે.

સુરત જિલ્લાના ઉમરપાડામાં છેલ્લા 6 કલાકમાં 6.7 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે કામરેજમાં 37 મીમી, બારડોલીમાં 15 મીમી, માંડવીમાં 9 મીમી, માંગરોળમાં 10 મીમી, પલસાણામાં 3 મીમી અને મહુવામાં 35 મીમી વરસાદ નોંધાયો છે.

ઉમરપાડામાં 6 ઈંચથી વધુ વરસાદના પગલે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સુરતમાં વેડ રોડ અખંડઆનંદ કોલેજ નજીક સામે મુખ્ય રસ્તા પર પણ પાણી ભરાઈ ગયા છે. જ્યારે ડિંડોલી ઉધના વચ્ચે આવેલા ગરનાળામાં પાણી ભરાઈ ગયા છે.

RELATED ARTICLES

2 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey launching into the galaxy of excitement! ? The captivating content here is a thrilling for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a source of exciting insights! #AdventureAwaits ? into this cosmic journey of knowledge and let your imagination roam! ? Don’t just explore, experience the thrill! ? Your mind will thank you for this thrilling joyride through the realms of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page