Wednesday, April 10, 2024
Google search engine
HomeNational72 કોથળા ભરી ડુંગળી લૂંટી ગઇ પબ્લિક, પોલીસ પહોંચી તો રસ્તા પર...

72 કોથળા ભરી ડુંગળી લૂંટી ગઇ પબ્લિક, પોલીસ પહોંચી તો રસ્તા પર મળ્યા ચાર લાખના છોતરા

દેશમાં નાગરિકતા મુદ્દા પર ડુંગળીની રાજનીતિને ભલે પાછળ છોડી દીધી હોય પરંતુ ઝારખંડમાં બોકારો રામગઢ હાઇવે પર ટ્રક પલટી ખાઇ જતાં રસ્તા પર વિખેરાયેલી ડુંગળી વિણવા માટે લોકોએ રીતસર લૂંટ ચલાવી હતી. એટલું જ નહી લોકોએ ફોન કરીને પોત મિત્રો અને પરિવારજનોને પણ ડુંગળી વિણવા માટે બોલાવી લીધા હતા.

ડુંગળી ભરવા માટે કોઇ થેલી ના મળતા મહિલાઓ પોતાની સાડીમાં તો પુરુષો શર્ટ અને ખીસ્સામાં ડુંગળી ભરીને ભાગવા લાગ્યા હતા. ટ્રક ડ્રાઇવર બચાવો-બચાવો બૂમો પાડતો રહ્યો પરંતુ લોકોએ તેને પકડીને સાઇડમાં કરી દીધો હતો અને ડુંગળીની લૂંટ ચલાવી હતી.

બોકારો-રામગઢ હાઇવે પર બનેલી આ ઘટનામાં કહેવામાં આવી રહ્યું છે કે ટ્રકમાં 72 બોરીઓ ડુંગળી ભરી હતી. એટલે કે લગભગ ચાર લાખ રૂપિયાની ડુંગળી ભરી હતી. આ ડુંગળી ધનબાદથી રાંચી લાવવામાં આવી રહી હતી. આ વચ્ચે કમાલપુર અને દાંતુ વચ્ચે ટ્રકનું બેલેન્સ બગડતા તે પલટી ખાઇ ગયો હતો.

રસ્તા પર ડુંગળી પડતા જ લોકો જે પણ હાથમાં આવ્યું તે લઇને ડુંગળી ભરવા પહોંચી ગયા હતા. જ્યારે ઘટનાની જાણ થતાં પોલીસ પહોંચી તો તેમને ફક્ત ડુંગળીના છોતરા જ મળી આવ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page