Monday, April 15, 2024
Google search engine
HomeGujarat75 વર્ષની ઉંમરમાં ગુજરાતી દાદી લારી પર બનાવે છે ફાફડા, ખાવા માટે...

75 વર્ષની ઉંમરમાં ગુજરાતી દાદી લારી પર બનાવે છે ફાફડા, ખાવા માટે લાગે છે લાઈન

ઉંમર ભલે ગમે તેટલી વધી જાય, પરંતુ મહેનત કરીને બે ટંકનું ભોજન કરવાથી જે શાંતિ મળે છે, તે બીજે એકેયમાંથી મળતી નથી. હાલમાં જ સોશ્યિલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો છે. વીડિયો જોઈને લોકો ગુજરાતી માજીના ભરપૂર વખાણ કરી રહ્યા છે. વધુ ઉંમર છતાં જોશથી માજીને કામ કરતાં જોઈને લોકો મોંઢામાં આંગળા નાંખી ગયા હતા.

કહેવાય છે કે ગુજરાતી જ્યાં પણ વસે ત્યાં કમાલ જ કરી દેખાડે છે. આવી જ કંઈક કમાલ ગુજરાતી માજીએ મહારાષ્ટ્રના નાગપુરમાં કરી છે. નાગપુરમાં રહેતા 75 વર્ષના ગુજરાતી દાદીમાએ એવું કારનામું કર્યું છે કે લોકો વિચારમાં પડી ગયા છે.

ભાવેજ દોશી ગુજરાતી નામના ગુજરાતી યુવાને પોતાની દાદી સાથે નાગપુરમાં એક લારી લગાવી છે. અહીંયા ગુજરાતી ફૂડ મળે છે. દાદી પોતાના હાથે જલેબી અને ફાફડા બનાવે છે. આ વીડિયો સો.મીડિયામાં ઘણો જ વાઇરલ થયો છે.

નાગપુર ફૂડી નામના સો.મીડિયામાં એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં 75 વર્ષીય દાદીમા ફાફડા વણીને તેલમાં તળે છે. તેમની માસૂમિયત જોઈને કોઈનું પણ દિલ પીગળી જાય છે. સો.મીડિયામાં વીડિયો શૅર કરીને કહેવામાં આવ્યું છે કે 75 વર્ષના દાદી ઘણાં જ મહેનતી છે. તેમનો પૌત્ર ભાવેશ દોષી પણ તેમને ઘણી જ મદદ કરે છે.

દાદી અને પૌત્રની આ જોડી નાગપુરમાં ગુજરાતી ડિશ સર્વ કરવામાં લોકપ્રિય છે. આ ડિશ પણ પોકેટ ફ્રેન્ડલી છે. તમામ આઇટમ માત્ર 20 રૂપિયામાં છે. ઉલ્લેખનીય છે કે દાદી ગુજરાતી છે.

નાગપુરમાં રામાનુજ ફાફડાવાળાની દુકાન ધરાસ્કર રોડ પર રુપમ કલેક્શનની સામે છે. આ વીડિયો જોયા બાદ સો.મીડિયા યુઝર્સે કમેન્ટ્સ કરી છે. એક યુઝરે કહ્યું હતું કે તે ઇમોશનલ થઈ ગયો અને તેની આંખો ભીંજાઈ ગઈ. તો અન્ય એકે કહ્યું હતું કે યાર આ લોકો પાસે કામ ના કરાવો. આ ઉંમર કામ કરવા માટે નથી.

RELATED ARTICLES

11 COMMENTS

  1. I played on this gambling website and succeeded a considerable sum of money, but eventually, my mom fell ill, and I required to take out some earnings from my account. Unfortunately, I experienced problems and could not finalize the cashout. Tragically, my mother died due to the gambling platform. I implore for your assistance in bringing attention to this website. Please support me in seeking justice, so that others won’t have to face the hardship I am going through today, and stop them from shedding tears like mine. ????

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page