|

ઘરમાં રોલ્સ રૉયસ કાર છે ને આ શિવસેના નેતા કરે છે વીજચોરી

મુંબઈઃ મહારાષ્ટ્રના કલ્યાણ શહેરના જાણીતા બિઝનેસમેન અને શિવસેના નેતા સંજય ગાયકવાડે હાલમાં જ 8 કરોડ રૂપિયાની રોલ્સ રૉયસ કાર ખરીદી હતી. તેમની પર વિજ ચોરીનો આરોપ લાગ્યો છે. મહારાષ્ટ્ર વિજળી વિતરણ વિભાગની ફરિયાદ અનુસાર, ગાયકવાડ પર 34 હજાર રૂપિયાની વિજ ચોરીનો આરોપ છે.

મહારાષ્ટ્ર રાજ્ય વિદ્યુત બોર્ડના અધિકારીએ સંજય ગાયકવાડ વિરુદ્ધ મહાત્મ ફુલે પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ કોલસેવાડી પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ મામલે શિવસેના નેતા સંજય ગાયકવાડે કહ્યું કે, તે સરકારને કરોડો રૂપિયાનો ટેક્સ આપે છે. તેમની વિરુદ્ધ વિજ ચોરી જેવો કેસ ઉતાવળે દાખલ કરવામા આવેલું પગલું છે.

વિજળીનું જે બિલ બાકી હતું તે પણ ભરી દેવામાં આવ્યું છે. ગાયકવાડે કહ્યું કે,‘માત્ર 34 હજાર રૂપિયાની વિજ ચોરીની ફરિયાદ મને બદનામ કરવા માટે કરવામા આવી છે. આ મામલે નિષ્પક્ષ તપાસ કરવાની જરૂર છે.’

સંજય ગાયકવાડ જાણીતી વ્યક્તિ છે અને તેમની વિરુદ્ધ નોંધાયેલી વિજ ચોરીની ફરિયાદની વાત વાયુ વેગે ફેલાય હતી. જોકે ગાયકવાડ પોતે આ વાતનો ઈન્કાર કરી રહ્યાં છે અને આરોપોને પાયાવિહોણા ગણાવી રહ્યાં છે.

વિજ વિભાગે ગાયકવાડને 34,840 રૂપિયાનું બિલ મોકલ્યું હતું અને 15000ની પેનલ્ટી પણ ફટકારી હતી. જોકે 3 મહિનાથી બિલ અને દંડ ના ભરવામા આવતા ગાયકવાડ વિરુદ્ધ ફરિયાદ કરવામા આવી હતી.

ગાયકવાડે કહ્યું કે, જો તેમની વિરુદ્ધની ફરિયાદ સાચી હોય તો સ્થળ પરના વિજ મીટર કાઢી કેમ ના લેવાયા? વિજ ચોરીના કેસમાં 3 વર્ષની જેલ કે દંડ અથવા બંનેની સજાની જોગવાઈ છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published.