અમદાવાદ: હવામાનની આગાહી વચ્ચે છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જ્યારે આજે પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. આગામી 24 કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરી છે.
આજે સૌરાષ્ટ્રમાં આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં છે. છેલ્લા 24 કલાકમાં સોમનાથના સુત્રાપાડા અને વિસાવદરમાં 8 ઈંચ વરસાદ ખાબક્યો છે. જોકે જામખંભાળિયામાં આભ ફાટ્યું હતું માત્ર બે જ કલાકમાં 8 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે સમગ્ર જગ્યાએ નદી વહેતી થઈ હતી. જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં હતાં
ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ મુજબ, 11 સપ્ટેમ્બર સવારે 6 વાગ્યા સુધીમાં વેરાવળમાં 105 મિમી, કોડિનારમાં 100 મિમી અને જલાલપોરમાં 98 મિમી આમ ત્રણેય તાલુકામાં 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
જોકે સવારે 6થી 12 વાગ્યા સુધીમાં માણાવદરમાં ત્રણ ઇંચથી વધુ, કુતિયાણા, જૂનાગઢ, જૂનાગઢ શહેર, માંગરોળ, કેશોદમાં બે ઇંચથી વધુ અને તાલાલા, વડીયા, ભેંસાણમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.
ખાંભાના નિંગાળા ગામમાં 2 કલાકમાં મુશળધાર 7 ઈંચ વરસાદ જ્યારે ગીરગઢડાના ધોકડવામાં 7 ઈંચ વરસાદ કાબક્યો હતો. ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતાં. જ્યારે જૂનાગઢમાં એક કલાકમાં 4 ઈંચ, સૂત્રાપાડમાં 4 અને વિસાવદરમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત ગિરનાર ઉપર 5 ઈંચ અને લાઠી તાલુકમાં 3 ઈંચ વરસાદ નોંધાયો હતો.