Friday, April 12, 2024
Google search engine
HomeGujaratસુરતના એક ફ્લેટમાં બાળક પૂરાયો, માતા અને બહેને કરી બૂમાબૂમ

સુરતના એક ફ્લેટમાં બાળક પૂરાયો, માતા અને બહેને કરી બૂમાબૂમ

સુરતઃ સુરતમાં માતા-પિતાની આંખો સામે લાલબત્તી સમાન એક કિસ્સો બન્યો હતો. પાસોદરા પાસે પાંચમાં માળે રહેતા કાસડીયા પરિવારનો 3 વર્ષનો રીધમ ભૂલથી ઘરના મુખ્ય હોલમાં ફસાઈ ગયો હતો અને ઘરનો દરવાજો અંદરથી લોક થઈ ગયો હતો. જોકે ફાયરબ્રિગેડના કર્મચારી રણજીત મીરે જીવના જોખમે બારીનો કાચ તોડી ઘરમાં એન્ટર થયો હતો અને આ બાળકનો જીવ બચાવ્યો હતો. આ ઘટના બની ત્યારે લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતાં.

રીધમ બેડરૂમમાં તેની માતા અને મોટી બહેન સાથે સૂઈ રહ્યો હતો. જોકે ત્યાર બાદ તે રસોડાંના પ્લેટફોર્મ પર મુકેલો મોબાઈલ લેવા માટે બેડરૂમની બહાર આવ્યો હતો. મોબાઈલ રમવામાં તેની માતા કે બહેન ડિસ્ટર્બ ન કરે તે માટે રીધમે બેડરૂમનો દરવાજો બહારથી લોક કરી દીધો હતો. જોકે કમનસીબીની વાત એ હતી કે ઘરનો મુખ્ય દરવાજો પણ અંદરથી લોક હતો.

જેથી માતા અને બાળક અલગ-અલગ રૂમમાં લોક થઈ ગયા હતા. જોકે સામાન્ય રીતે એવું કહેવાય છે કે, બાળકને મોબાઈલ આપવું નુકસાનકારક છે પરંતુ પછી રીધમે જાતે જ તેના પિતાને ફોન કરીને રડતાં-રડતા વાત કરી રહ્યો હતો.

ત્યાર બાદ પિતાએ એક પણ મીનિટ બગાડ્યા વગર જ ફાયરને ફોન કર્યો હતો. ફાયરના માર્શલ રણજીત મીરે ચેરનોટની મદદથી ટેરેસ પરથી પાંચમાં માળે બારીનો કાચ તોડીને જીવના જોખમે ઘરમાં પ્રવેશ કર્યો હતો અને બાળકને બચાવ્યું હતું. આ દરમિયાન લોકોએ ફાયર બ્રિગેડના જવાનના વખાણ કરી રહ્યા હતાં.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket launching into the galaxy of wonder! ? The captivating content here is a rollercoaster ride for the imagination, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a source of exhilarating insights! #MindBlown Dive into this thrilling experience of discovery and let your thoughts soar! ? Don’t just read, experience the excitement! #FuelForThought Your mind will be grateful for this thrilling joyride through the worlds of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page