Wednesday, April 10, 2024
Google search engine
HomeFeature Rightવલસાડ: ‘રાધા કૃષ્ણ’ સીરિયલની અભિનેત્રી પાસે મિત્રએ જ કરી બિભત્સ માગણી

વલસાડ: ‘રાધા કૃષ્ણ’ સીરિયલની અભિનેત્રી પાસે મિત્રએ જ કરી બિભત્સ માગણી

વલસાડ: ઉમરગામમાં ટીવી કલાકાર યુવતીની છેડતી અને મારપીટ મામલે પોલીસને ફરિયાદ થતાં હાહાકાર મચી ગયો હતો. ‘રાધા કૃષ્ણ’ સીરિયલમાં રાધાની સખીનો રોલ મળતાં નારાજ અન્ય યુવતી અને યુવાને માર માર્યાંની અને કો-ઓર્ડિનેટરે બિભત્સ માગણી કર્યાં અંગેની પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

ઉમરગામમાં ડમરુવાડી ખાતે એક એપાર્ટમેન્ટના ફ્લેટમાં પોતાની માતા સાથે રહેતી મૂળ દિલ્હીની ટીવી કલાકાર 20 વર્ષીય યુવતીને રાધા કૃષ્ણ સીરિયલમાં રાધાની સખીનો રોલ મળ્યો હતો. જેના કારણે તેણી સાથેના અન્ય કલાકાર યુવતી અને એક યુવાન નારાજ થયા હતા તેવું જાણવા મળ્યું છે.

જોકે આ દરમિયાન 20 વર્ષીય યુવતી તેની માતા સાથે ફ્લેટમાં હતી તે દરમિયાન કમલેશ ખટીક અને એક યુવતી ઘરમાં ઘૂસી આવ્યા હતાં અને ન્હાવા ગયેલી કલાકાર યુવતી અને તેની માતાને માર માર્યો હતો. બાથરૂમનો દરવાજો પણ આરોપીએ તોડી નાખ્યો હતો. આ સમયે કલાકાર યુવતી નિર્વસ્ત્ર હતી. આ વાતની જાણ યુવતીએ કો-ઓર્ડિનેટર સંદીપને કરતાં તેણે ગાળો બોલી હતી.

બે-ત્રણ દિવસ પહેલાં પણ મિત્રના જન્મ દિવસની પાર્ટીમાં પણ છાતી પર હાથ ફેરવી બિભત્સ માગણી કરી હતી અને કહ્યું હતું કે, આ લાઈનમાં તો કોમ્પ્રોમાઈઝ કરવું જ પડે. જોકે આ સમયે યુવતીએ પોતે આ ટાઈપની છોકરી નથી એમ કહ્યું હતું. આ બનાવ અંગે ઉમરગામ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી કમલેશ ખટીક, સંદીપ અને એક યુવતી મળી ત્રણ લોકો વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો.

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure launching into the universe of endless possibilities! ? The thrilling content here is a rollercoaster ride for the mind, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of exhilarating insights! #MindBlown Dive into this cosmic journey of imagination and let your mind soar! ? Don’t just explore, experience the excitement! ? Your brain will be grateful for this exciting journey through the worlds of discovery! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page