Tuesday, April 9, 2024
Google search engine
HomeFeature Rightધનજી ઓડ નામનો પુરૂષ ચૂંદડી ઓઢીને ‘ઢબુડી માતા’ બન્યો છે તો કોણ...

ધનજી ઓડ નામનો પુરૂષ ચૂંદડી ઓઢીને ‘ઢબુડી માતા’ બન્યો છે તો કોણ છે? તેને ઓળખો

ગાંધીનગરના રૂપાલમાં રહેતાં ધનજી ઓડ ઉર્ફે ‘ઢબુડી માતા’નો અંધશ્રદ્ધા ફેલાવી લાખો રૂપિયા લુટતો હોવાનો પર્દાફાશ થયો છે. ગાંધીનગરના રૂપાલ ગામનો ધનજી ઓડ નામનો પુરૂષ ચૂંદડી ઓઢીને ‘ઢબુડી માતા’ બન્યો છે. જેના હજારોની સંખ્યામાં ફોલોઅર્સ છે.

ધનજી ઓડનો દાવો છે કે, તેના પર જોગણી માતાની કૃપા છે. ભક્તો તેને રૂપાલની જોગણી માતાના નામે ઓળખે છે. ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડ માથા પર ચૂંદડી ઓઢી ધૂણવા લાગે છે. રૂપાલ સહિત ગુજરાતના અનેક ગામોમાં તથા મુંબઈમાં ઢબુડી મા અનેક કાર્યક્રમો કરી ચૂકી છે.

ઢબુડી માનો દાવો છે કે, બીમારી, નોકરી, લગ્નના પ્રશ્નો ઉકેલવા તેઓ માસ્ટર છે. ‘ઢબુડી મા’ના પરચાનો પ્રચાર તેમના ભક્તો જ કરતાં રહે છે. તેના ભક્તો વિવિધ કિસ્સાઓ પર યુટ્યુબમાં વીડિયો ચડાવતાં રહે છે. યુટ્યુબમાં લગભગ 20 લાખ જેટલાં ફોલોઅર્સ પણ છે.

ઢબુડી મા જે શહેરમાં પહોંચે તે પહેલા તેમની ટોળકી પહોંચી જાય છે. જે કાર્યક્રમમાં ભક્તિનો માહોલ ઉભો કરે છે. ભક્તોનો દાવો છે કે, ઢબુડી મા કેન્સરની બીમારી પણ મટાડી શકે છે. ભક્તોનો એવો પણ દાવો કરે છે કે, ઢબુડી મા પૈસા લેતા નથી. પરંતુ સ્વૈચ્છિક દાનના નામે લાખો રૂપિયાની કમાણી કરે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page