Thursday, April 11, 2024
Google search engine
HomeAjab Gajabઅંતિમ સંસ્કાર કરતી વખતે જ લાશનું માથું હલવા લાગ્યું ને ડાઘુઓ સ્મશાન...

અંતિમ સંસ્કાર કરતી વખતે જ લાશનું માથું હલવા લાગ્યું ને ડાઘુઓ સ્મશાન છોડીને ભાગી ગયા અને પછી…

બ્રહ્મપુરઃ ઓરિસ્સાના ગંજામ જિલ્લામાં હાલમાં જ એક વિચિત્ર કેસ સામે આવ્યો હતો. વાસ્તવમાં જે વ્યક્તિને લોકો મૃત સમજતા હતાં અને અંતિમ સંસ્કાર માટે લઈ ગયા હતાં, તે અચાનક માથું હલાવવા લાગ્યો હતો અને જીવિત નીકળ્યો. સ્મશાનમાં ચિતા પર જ્યારે તે વ્યક્તિએ માથું હલાવ્યું ત્યારે કેટલાંક ડાઘુઓ એ હદે ડરી ગયા કે તેઓ ત્યાંથી ભાગી ગયા હતાં.

શુ કહ્યું ડોક્ટરેઃ
ડોક્ટર્સે કહ્યું હતું કે કપકહાલા ગામમાં ગ્રામીણ સીમાંચક મલિકને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવ્યો હતો. જોકે, તેનું માથું હલતું જોઈને તેને સ્વાસ્થ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં હાલમાં તેની તબિયત સ્થિર છે.

પોલીસે શુ કહ્યુંઃ
પોલીસે કહ્યુ હતુ કે મલિક બકરીઓ ચરાવવા માટે જંગલમાં ગયો હતો. સાંજે તમામ ભરવાડો પોતના ઘરે પરત આવ્યા હતાં પરંતુ મલિક આવ્યો નહોતો. બીજા દિવસે મલિક જંગલમાં બેભાન અવસ્થામાં જોવા મળ્યો હતો. ગ્રામવાસીઓ તેને ઘરે લઈ આવ્યા હતાં અને પરિવારે મલિકને મૃત સમજીને અંતિમ સંસ્કારની તૈયારી કરી હતી.

સ્મશાનમાં શું થયુંઃ
મલિકને જ્યારે સ્મશાન ઘાટ પર લઈ જવામાં આવ્યો તો તેનું માથું અચાનક હલવા લાગ્યું હતું, જેનાથી ડાઘુઓ ગભરાઈ ગયા અને ત્યાંથી ભાગી ગયા હતાં. પલાકાટુ પંચાયતના પૂર્વ સ્થાનિક સરપંચ રંજન મલિકે કહ્યું હતું કે મલિકને જીવિત જોયા બાદ તેને સોરાડા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. સારવાર બાદ તેની તબિયત સારી છે.

તાવને કારણે બેભાન હતોઃ
મલિકની સારવાર કરનાર ડોક્ટરે કહ્યું હતું કે તાવને કારણે મલિક બેભાન થઈ ગયો હતો અને સારવાર બાદ તે સારો છે. મલિકને રજા પણ આપી દેવામાં આવી છે. મલિકની પત્ની પતિને જીવિત જોઈને ખુશ છે. તેને અફસોસ એ વાતનો છે કે તેને મૃત સમજીને સ્મશાન ઘાટ કેમ લઈ ગઈ, પહેલાં હોસ્પિટલ શા માટે ના ગઈ. પત્નીએ કહ્યું હતું કે તાવ આવ્યો હોવા છતાંય તેનો પતિ મલિક જંગલમાં ગયો હતો.

RELATED ARTICLES

2 COMMENTS

  1. I engaged in this online casino platform and secured a substantial cash prize. However, afterward, my mom fell seriously ill, and I had to withdraw some money from my balance. Regrettably, I experienced issues and was unable to process the withdrawal. Tragically, my mother passed away due to this casino site. I strongly appeal for your help in reporting this online casino. Please support me in seeking justice, so that others don’t experience the hardship I’m going through today, and stop them from experiencing the same heartache. ???

  2. I tried my luck on this online casino platform and secured a substantial amount of cash. However, later on, my mom fell critically ill, and I needed to take out some funds from my account. Unfortunately, I faced issues and could not finalize the cashout. Tragically, my mom passed away due to this online casino. I earnestly ask for your support in reporting this situation with the site. Please help me to obtain justice, to ensure others do not experience the hardship I’m facing today, and prevent them from experiencing similar tragedy. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page