Tuesday, April 9, 2024
Google search engine
HomeNationalમુંબઈમાં ત્રણ મિત્રો અંદરો અંદર કરતાં હતાં પત્નીઓની અદલા બદલી પણ એક...

મુંબઈમાં ત્રણ મિત્રો અંદરો અંદર કરતાં હતાં પત્નીઓની અદલા બદલી પણ એક દિવસ….

મુંબઈ: લગ્નન થયા બાદ સમાજમાં પતિ-પત્નીના સંબંધને સૌથી પવિત્ર માનવામાં આવે છે,પરંતુ સમાજમાં વધી રહેલ વિકૃતિએ આ સંબંધને પણ શરમજનક કરી નાખ્યો છે. મુંબઈમાં એક એવા સેક્સ રેકેટનો ખુલાસો થયો છે જેમાં પૈસાની લેવડ-દેવડ નથી અને પ્રોસ્ટિટ્યુટનો ધંધો પણ નથી પરંતુ આમાં પતિ પોતાની પત્નીઓની અદલા-બદલી એટલે વાઈફ સ્વેપિંગ કરતાં હતાં.

જોકે આ કિસ્સો કાંદિવલી પૂર્વના સમતાનગર પોલીસ સ્ટેશનના અંતર્ગત ઠાકુર કોમ્પલેક્સ વિસ્તારનો કહેવામાં આવી રહ્યો છે. જ્યાં ત્રણ મિત્રો પર પત્નીઓની અંદરો અદર સ્વેપિંગ કરવાની શંકા છે. એક મિત્રની પત્નીએ પોતાના પતિ અને તેના મિત્રની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

પોલીસ સુત્રો પ્રમાણે, કાંદિવલી પૂર્વના આરોપી પોતાના પરિવારની સાથે રહે છે. જેના 16 વર્ષ પહેલા લગ્ન થયા હતાં. શેર માર્કેટમાં નોકરી કરનાર આરોપીને બે મિત્રો છે. જે ખાનગી કંપનીમાં નોકરી છે. આરોપીની પત્નીનો આરોપ છે કે, ત્રણ દિવસ પહેલા તેનો પતિ પોતાના મિત્રોને ઘરે લઈને આવ્યો હતો. પતિએ તે બન્ને મિત્રો અને પોતાની પત્નીની વચ્ચે શારીરિક સંબંધ બંધાવ્યા હતાં. એટલું જ તેના પતિએ તે સમયનો વીડિયો પણ બનાવ્યો હતો.

પત્નીએ જ્યારે પોતાના પતિને આના વિશે પૂછ્યું તો તેણે કહ્યું હતું કે, તે પણ પોતાના ઘણાં મિત્રોની પત્નીઓ સાથે આવું કરી ચૂક્યો છે અને અને બધાં મિત્રો મળીને એકબીજાની પત્નીઓને શેર કરીએ છીએ. આમાં કોઈ ખોટી વાત થોડી છે. પતિની આ વાત સાંભળીને પત્ની ચોંકી ગઈ હતી. આ બધું સાંભળ્યા બાદ તેની પત્નીએ સમતા નગર પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અલગ-અલગ કલમ લગાવીને આરોપી અને તેના મિત્રોની ધરપકડ કરી છે.

પોલીસ સુત્રો પ્રમાણે, આ કેસમાં પુરુષ મિત્રો સિવાય સ્ત્રી મિત્રની પણ સંડોવણી હોવાની શક્યતા છે. કારણ કે આખી ઘટનામાં મહિલા મિત્રે અન્ય મિત્રોની પત્નીઓને બેડ શેર કરવા માટે તૈયાર કરી હતી. પોલીસનું કહેવું છે કે, આ મામલામાં ફક્ત ત્રણ લોકો સામેલ નથી પરંતુ આખું રેકેટ છે જેનો જલ્દી જ પર્દાફાશ થવાની શક્યતા છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the universe of wonder! ? The captivating content here is a thrilling for the imagination, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a source of exciting insights! #AdventureAwaits ? into this exciting adventure of imagination and let your mind roam! ✨ Don’t just read, experience the excitement! #FuelForThought Your mind will be grateful for this exciting journey through the realms of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page