Monday, April 15, 2024
Google search engine
HomeAjab Gajabરસ્તા પર જતી હતી મહિલા અને અચાનક જ પડી ગઈ દીવાલ, પછી...

રસ્તા પર જતી હતી મહિલા અને અચાનક જ પડી ગઈ દીવાલ, પછી શું થયું…?

બેઈજિંગઃ ચીનમાં હાલમાં જ એક એવી ઘટના બની હતી, જેનાથી ઘણાંને નવાઈ લાગી હતી. એક મહિલા રસ્તા પર ચાલતી હતી અને અચાનક તેની પર દીવાલ પડી હતી. જોકે, મહિલાનો આબાદ બચાવ થયો હતો. આ ઘટના CCTVમાં રેકોર્ડ થઈ ગઈ છે. સોશિયલ મીડિયામાં આ ક્લિપ ઘણી જ વાયરલ થઈ છે.

શું કહ્યું અધિકારીઓએ?
ચીનના ગનજાઉ શહેરમાં આ બનાવ બન્યો હતો. સ્થાનિક અધિકારીઓના મતે, એક તૂટેલી પાઈપમાંથી પાણી સતત દીવાલ પર પડતું હતું અને તેથી જ દીવાલ પડી હતી. મહિલા સમય રહેતાં ત્યાંથી નીકળી જતા તે બચી ગઈ હતી. જોકે, ત્યાં પાર્ક કરેલી કાર્સને નુકસાન થયું છે. આ ઘટનામાં કોઈ ઘાયલ થયું નથી.

ચીનમાં વીડિયો વાયરલ
ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં આ વીડિયો ઘણો જ વાયરલ થયો છે. જેણે પણ આ વીડિયો જોયો તે નવાઈમાં મૂકાઈ ગયું હતું. ત્યારબાદ આ વીડિયો ફેસબુક તથા વ્હોટ્સએપમાં વાયરલ થયો છે.

ભારતમાં છ મહિનાનું બાળક બચી ગયું હતું
ઉલ્લેખનીય છે કે થોડાં સમય પહેલાં મુંબઈમાં છ મહિનાનું બાળક આ જ રીતે બચી ગયું હતું. રાત્રે પરિવાર સાથે સૂતા સમયે ઘરની દીવાલ પડી હતી.

RELATED ARTICLES

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page