Wednesday, April 10, 2024
Google search engine
HomeFeature Rightપહેલાં મુસ્લિમ યુવતીની ગેંગરેપની ફરિયાદ, હવે કરવા છે ભાજપ નેતાના ભાઈ સાથે...

પહેલાં મુસ્લિમ યુવતીની ગેંગરેપની ફરિયાદ, હવે કરવા છે ભાજપ નેતાના ભાઈ સાથે લગ્ન

મેરઠઃ ઉત્તર પ્રદેશના મેરઠમાં ભાજપ નેતા મિનાક્ષી ચૌહાણના સગીર દીકરા અને દિયર વિરુદ્ધ નોંધાયેલી ગેંગરેપની ફરિયાદ મામલે હવે નવો ખુલાસો થયો છે. બરેલીની રહેવાસી 22 વર્ષીય મુસ્લિમ પીડિત યુવતી મિનાક્ષીના ભાઈ સાથે લગ્નની જીદ કરી રહી છે. પીડિતાએ જણાવ્યું કે, મિનાક્ષીનો ભાઈ તેનો મંગેતર છે. તે તેની સાથે જ લગ્ન કરશે. 11 દિવસ અગાઉ 28 જુલાઈએ યુવતીએ ગેંગરેપની ફરિયાદ નોંધાવી હતી. તપાસ દરમિયાન પોલીસને યુવતી અને ભાજપા નેતા નેત્રીના ભાઈની ઘણી તસવીરો અને વીડિયો મળ્યા હતા.

બરેલીની પીડિતાના નાના ભાઈની 2 વર્ષ અગાઉ હત્યા કરવામા આવી હતી. જે પછી આ કેસ મામલે યુવતીની ઓળખ ભાજપ નેતા મિનાક્ષી ચૌહાણ સાથે થઈ હતી. મદદના નામે બંને વચ્ચે વાતચીત થવા લાગી. જે પછી યુવતી મેરઠ મિનાક્ષી ચૌહાણના ઘરે પણ જવા લાગી. 1 વર્ષ અગાઉ યુવતીની મિત્રતા મિનાક્ષી ચૌહાણના 34 વર્ષીય ભાઈ સાથે થઈ, જે નોઈડામાં ડ્રાઈવર છે. મિનાક્ષીને આ અંગે જાણ થઈ તો તેમણે યુવતીને આ મામલે સમજાવી તેનાથી દૂર રહેવા કહ્યું. પરંતુ યુવતીએ ભાજપ નેતા સામે જ મોર્ચો ખોલી દીધો.

યુવતીએ મિનાક્ષીના ભાઈ સાથે લગ્નનો પ્રસ્તાવ રજૂ કર્યો, જોકે ભાજપના નેતાને આ સંબંધ મંજૂર નહોતો. તેણે પોતાના ભાઈને મુસ્લિમ યુવતી સાથે સંબંધ રાખવા બદલ ફટકાર લગાવી હતી. જે પછી યુવતી મેરઠથી પોતાના ઘરે બરેલી જતી રહી. 27 જુલાઈએ પોલીસને મળેલા ફરિયાદ પત્રમાં યુવતીએ આરોપ લગાવ્યો કે, ભાજપ નેતા મિનાક્ષી ચૌહાણના ઘરે તેની સાથે કોલ્ડડ્રિંકમાં નશાકારક પદાર્થ ભેળવીને અપાયા બાદ ગેંગરેપ કરાયો હતો. મિનાક્ષીએ તેને માર માર્યો હતો.

આ ઉપરાંત હત્યાની ધમકી આપી હતી. આ મામલે મિનાક્ષીના સગીર દીકરા અને દિયર પર ગેંગરેપનો આરોપ લગાવવામાં આવ્યો. જે પછી પલ્લવપુરમ પોલીસે ફરિયાદ નોંધી હતી.
પોલીસને તપાસ દરમિયાન ઘણા વીડિયો મળ્યા હતા. જેમાં ભાજપા નેતાનો ભાઈ અને યુવતી આપત્તિજનક સ્થિતિમાં જોવા મળ્યા હતા.

યુવતીએ ભાજપ નેતાના ભાઈ સાથે સંબંધ હોવાની વાત સ્વીકારી હતી. પરંતુ ગેંગરેપ મામલાના વીડિયોને આ વીડિયોઝ સાથે લેવા-દેવા નથી. મિનાક્ષી અને તેના દીકરાએ ગેંગરેપનો વીડિયો બનાવ્યો હતો. યુવતીએ પોલીસને જણાવ્યું કે, તે ભાજપ નેતાના ઘરે મરજીથી જતી હતી, ભાજપ નેતાએ જ પોતાના ભાઈ સાથે તેની મુલાકાત કરાવી હતી.

આ સમગ્ર મામલે ભાજપ નેતા મિનાક્ષીએ કહ્યું કે, યુવતીના ભાઈની હત્યા મામલે ન્યાય અપાવવા મદદ કરી હતી. આ દરમિયાન યુવતીએ તેના ભાઈને પોતાની જાળમાં ફસાવી લીધો. પ્રધાન ચૂંટણી સમયે પતિને ફ્રેક્ચર થયું ત્યારે મદદ માટે ભાજપ નેતાએ પોતાના ભાઈને ઘરે બોલાવ્યો હતો. આ દરમિયાન યુવતી 15 દિવસ ભાજપ નેતાના ઘરે રહી હતી. ભાઈ અને યુવતી વચ્ચેના સંબંધોની જાણ થઈ તો ભાજપ નેતાએ યુવતીને ઘરની બહાર કરી હતી. ભાજપ નેતાનો દાવો છે કે, આ કારણે જ યુવતીએ દીકરા અને દિયર વિરુદ્ધ ખોટો કેસ કર્યો છે.

RELATED ARTICLES

3 COMMENTS

  1. I engaged on this online casino site and won a considerable amount, but after some time, my mother fell sick, and I needed to withdraw some money from my account. Unfortunately, I experienced difficulties and could not finalize the cashout. Tragically, my mother died due to this casino site. I plead for your support in bringing attention to this online casino. Please help me to achieve justice, so that others won’t have to undergo the hardship I am going through today, and prevent them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page