Wednesday, April 10, 2024
Google search engine
HomeBollywoodએક જ સ્કૂલમાં ભણ્યા છે સલમાન ખાનથી લઈ શ્રદ્ધા કપૂર સુધીના આ...

એક જ સ્કૂલમાં ભણ્યા છે સલમાન ખાનથી લઈ શ્રદ્ધા કપૂર સુધીના આ સ્ટાર્સ, જાણો કઈ સ્કૂલ છે આ

મુંબઈઃ બોલિવૂડ સેલેબ્સની મિત્રતા અને દુશ્મની અંગે તો તમામ લોકો જાણે છે. ઘણા સેલેબ્સ બાળપણમાં એક જ સ્કૂલમાં ભણી ચૂક્યા છે તે અંગે ભાગ્યે જ કોઈ જાણતું હશે. એવા ઘણા સેલેબ્સ છે જે બાળપણમાં સાથે ભણ્યા બાદ ફિલ્મ્સમાં પણ સાથે કામ કરી ચૂક્યા છે. આજે અમે તમારી સમક્ષ આવા જ સેલેબ્સ અંગે વાત કરી રહ્યાં છે.

સલમાન-આમિર
ઘણા ઓછા લોકો જાણતા હશે કે મુંબઈ પાલી હિલના સેન્ટ એન સ્કૂલમાં આમિર ખાન અને સલમાન ખાન એક જ ક્લાસમાં સાથે ભણતા હતા. બંનેએ ફિલ્મ ‘અંદાજ અપના અપના’માં સાથે કામ કર્યું હતું. તેઓ આજે પણ ઈન્ડસ્ટ્રીમાં સારા મિત્રો મનાય છે.

શ્રદ્ધા-ટાઈગર
શ્રદ્ધા કપૂર અને ટાઈગર શ્રોફ કૈથડરલ એન્ડ જ્હોન કેનન સ્કૂલમાં સાથે ભણતા હતા. એકવાર ટાઈગરે કહ્યું હતું કે- તે સ્કૂલના દિવસોમાં શ્રદ્ધાને પસંદ કરતો હતો. બંનેએ બાગી અને બાગી-3માં સાથે કામ કર્યું છે.

રીતિક-ઉદય ચોપડા
રીતિક રોશન અને ઉદય ચોપડા પણ એકબીજાના ક્લાસમેટ રહ્યાં છે. તેઓ એક જ સ્કૂલમાં ભણતા હતા અને આજે પણ તેમની વચ્ચે સારી મિત્રતા છે. બંનેએ ધૂમ-2માં સાથે કામ કર્યું હતું.

અર્જુન-વરુણ
અર્જુન કપૂર અને વરુણ ધવનની મિત્રતા ઘણી જુની છે. બંને બાળપણમાં એક સ્કૂલમાં સાથે ભણતા હતા. આ બંનેએ બાળપણમાં એક શોર્ટ ફિલ્મમાં પણ સાથે કામ કર્યું હતું. જોકે ફિલ્મ સ્ક્રિન પર તેઓ હજીસુધી સાથે જોવા મળ્યા નથી.

અનુષ્કા-સાક્ષી
અનુષ્કા શર્મા અને સાક્ષી ધોની બંનેના પતિ ક્રિકેટર છે. ઘણા ઓછા લોકો જાણે છે કે, બંને સેન્ટ મેરી સ્કૂલમાં એક સાથે ભણી ચૂક્યા છે. આસામની આ સ્કૂલમાં સાક્ષી ભણતી હતી અને અનુષ્કા પોતાના પિતાના ટ્રાન્સફર થવા પર અમુક સમય માટે સ્કૂલમાં અભ્યાસ કરવા પહોંચી હતી.

કરન જોહર-ટ્વિંકલ
ફિલ્મમેકર કરન જોહર અને ટ્વિંકલ ખન્ના બોર્ડિંગ સ્કૂલના દિવસોથી એકબીજાને ઓળખે છે. બંને પંચગનીમાં ન્યૂ એરા હાઈ સ્કૂલમાં સાથે ભણતા હતા. એક શો દરમિયાન કરણે જણાવ્યું હતું કે, તે એક સમયે ટ્વિંકલના પ્રેમમાં હતો.

અર્જુન-સોનાક્ષી
અર્જુન કપૂર અને સોનાક્ષી સિન્હા પણ સ્કૂલ ટાઈમથી મિત્રો છે. બંને મુંબઈના આર્યા વિદ્યા મંદિર સ્કૂલમાં સાથે ભણી ચૂક્યા છે. એવું કહેવાય છે કે- બંને સ્કૂલના દિવસોમાં એકબીજાના મિત્રો નહોતા પરંતુ એકબીજાને સારી રીતે ઓળખતા હતા. બંને ફિલ્મ ‘તેવર’માં સાથે જોવા મળી ચૂક્યા છે.

આથિયા-કૃષ્ણા
બોલિવૂડ સેલેબ્સ ઉપરાંત તેમના બાળકો પણ એક જ સ્કૂલમાં ભણી ચૂક્યા છે. સુનીલ શેટ્ટીની દીકરી આથિયા શેટ્ટી અને જેકી શ્રૉફની દીકરી કૃષ્ણા શ્રૉફ પણ એક જ સ્કૂલમાં સાથે ભણી ચૂક્યા છે. આથિયા ફિલ્મ્સમાં કામ કરે છે, જ્યારે કૃષ્ણાને કેમેરાની પાછળ રહીને જ કામ કરવું ગમે છે.

નવ્યા અને આર્યન
અમિતાભ બચ્ચનની દૌહિત્રી નવ્યા નવેલી નંદા અને શાહરૂખ ખાનનો દીકરો આર્યન ખાન પણ ક્લાસમેટ રહ્યાં છે. બંને હાલ એક્ટિંગ ફિલ્ડ સાથે જોડાયા નથી. આર્યન ફિલ્મ મેકિંગમાં રસ ધરાવે છે. જ્યારે નવ્યા પોતાનો બિઝનેસ ચલાવે છે.

RELATED ARTICLES

3 COMMENTS

  1. I played on this casino platform and succeeded a substantial amount, but after some time, my mother fell ill, and I needed to withdraw some funds from my casino account. Unfortunately, I experienced problems and was unable to complete the withdrawal. Tragically, my mother passed away due to this gambling platform. I request for your support in bringing attention to this website. Please support me in seeking justice, so that others do not face the hardship I am going through today, and prevent them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page