Wednesday, April 10, 2024
Google search engine
HomeGujaratગુજરાતના 'આપ'ના નેતાનો 'વાંદરવેડા' કરતો વીડિયો વાઈરલ, ભલભલા હસી પડ્યા

ગુજરાતના ‘આપ’ના નેતાનો ‘વાંદરવેડા’ કરતો વીડિયો વાઈરલ, ભલભલા હસી પડ્યા

સુરત પાલિકામાં બુધ અને ગુરુવારે બજેટ બોર્ડ બેઠક મળી હતી. બંને દિવસ શાસક ભાજપ અને વિપક્ષ આપ વચ્ચે ભારે હોબાળો થયો હતો. ગુરુવારે તો આપના 5 સભ્યોન સસ્પેન્ડ કરી દેવાયા હતા. આ પછી કોર્પોરેટર ન હોવા છતાં પાલિકામાં આવેલા આપના શિક્ષણ સમિતિના સભ્ય રાકેશ હીરપરાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. ભાસ્કરે વીડિયોના આધારે તેમને સીધો સવાલ કર્યો હતો કે ભાજપ સામે તમે ‘વાંદરવેડા’ કેમ કર્યા હતા. જેના જવાબમાં તેમણે કહ્યું કે, ભાજપના સભ્યો અપશબ્દો બોલતા હતા એટલે 10 સેકન્ડ માટે વિરોધ કર્યો હતો. જે વીડિયો ભાજપે વાઇરલ કર્યો હતો.

સુરત મહાનગર પાલિકાના સને 2022-23ના ડ્રાફ્ટ બજેટ પર બુધ અને ગુરુવારે ચર્ચામાં સભાખંડમાં શાસકો અને વિરોધ પક્ષ વચ્ચે તુતુ–મૈં મૈના દ્રશ્યો જોવા મળ્યા હતા. મેયર અને વિરોધ પક્ષના નેતા સહિતના કોર્પોરેટરો વચ્ચે આક્ષેપો- પ્રતિઆક્ષેપો વચ્ચે શરૂઆતમાં અડધો ક્લાક સુધી સભાખંડની કાર્યવાહી ખોરવાઈ જવા પામી હતી. જો કે, બાદમાં બન્ને પક્ષોમાં વિરોધનો સૂર થમી જતાં પુનઃ સભાખંડની કાર્યવાહી રાબેતા મુજબ શરૂ થઈ હતી અને કોર્પોરેટરો દ્વારા બજેટ મુદ્દે પોત-પોતાના અભિપ્રાયો અને રજુઆતો કરવામાં આવી હતી.

સામાન્ય સભાના પ્રારંભ સાથે જ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અણધડ દ્વારા પોતાની રજૂઆત માટે સમયની ફાળવણી કરવા મેયરને કહેવામાં આવ્યું હતું. જો કે, મેયર દ્વારા મહેશ અણધડની રજૂઆતને કોરાણે મુકીને સોનલ દેસાઈને બોલાવા માટે કહેવામાં આવતાં વિરોધ પક્ષના સભ્યો દ્વારા સભાખંડ માથે લેવામાં આવ્યું હતું. મહેશ અણધડને ટકોર કરતાં મેયર જણાવ્યું હતું કે, ગઈકાલે તેઓ બે કલાક સુધી પોતાની વાત રજૂ કરી ચુક્યા છે.

હવે અન્ય સભ્યોને પણ પોતાની વાત રજૂ કરવા માટે સમય ફાળવવાનો રહે છે. આ દરમ્યાન આપના સભ્યો દ્વારા બીપીએમસી એક્ટનો હવાલો આપતાં મેયરને સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું હતું કે, તેઓ કોઈપણ સભ્યને પોતાની વાતને રજૂ કરવા માટે નિશ્ચિત સમય મર્યાદામાં બાંધી શકે નહીં. લગભગ અડધો કલાક સુધી શાસકો અને વિરોધ પક્ષ વચ્ચે ચાલેલા હોબાળાને અંતે મેયર હેમાલી બોઘાવાલાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો અને નાછૂટકે તમામ સભ્યોને સસ્પેન્ડ કરવાની વાત કરતા અંતે મામલો થાળે પડ્યો હતો.

મહેશ અણધડના સતત વિરોધને પગલે મેયર દ્વારા વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીને મહેશ અણધડને સમજાવવા માટે જણાવવામાં આવ્યું હતું. જેને પગલે વિરોધ પક્ષના નેતાએ મેયરને રોકડું પરખાવતાં કહ્યું હતું કે, સામાન્ય સભામાં સભ્યો ત્રણ–ચાર કલાક સુધી બોલ્યા છે. તેમ છતાં જો મહેશ અણધડ દ્વારા એકના એક મુદ્દાઓ રિપીટ થશે તો તેઓ ખુદ મહેશ અણધડને બેસાડી દેશે.

આ દરમ્યાન ઉત્સાહમાં આવેલા આપના કોર્પોરેટર અલ્પેશ પટેલ દ્વરા પણ મેયર બોઘાવાલા કાયદાનો ભંગ કરી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. જેને પગલે મામલો તંગ બની ગયો હતો અને વિરોધ પક્ષના સભ્યો દ્વારા મેયરના ડાયસ સુધી પહોંચાવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, શાસક પક્ષના કોર્પોરેટરો અને માર્શલો દ્વારા વિરોધ પક્ષના સભ્યોનો ઘેરાવ કરવામાં આવતાં વાત વધુ ઉગ્ર બનતાં અટકી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page