Tuesday, April 16, 2024
Google search engine
HomeBollywoodવડોદરાની માત્ર 16 વર્ષની આયુષીએ આ સવાલનો જવાબ આપી જજીસને કર્યાં ઈમ્પ્રેસ...

વડોદરાની માત્ર 16 વર્ષની આયુષીએ આ સવાલનો જવાબ આપી જજીસને કર્યાં ઈમ્પ્રેસ ને જીત્યો એવોર્ડ

નવી દિલ્હીઃ વડોદરાની 16 વર્ષીય આયુષી ધોળકિયાએ મિસ ટીન ઈન્ટરનેશનલ 2019નો ખિતાબ જીત્યો છે. આ સ્પર્ધા 19 ડિસેમ્બરે ગુડગાંવમાં યોજાઈ હતી. મિસ ટીન ઈન્ટરનેશનલ વિશ્વનીો સૌથી જૂનો ટીન ટાઈટલ એવોર્ડ છે, જે 27 વર્ષથી કોઈ ભારતીયે જીત્યો નહોતો. આયુષીએ સોશિયલ મીડિયામાં આ સ્પર્ધાની તસવીરો શૅર કરી છે.

11માં ધોરણમાં ભણતી આયુષી કથ્થકમાં ટ્રેઈન્ડ છે. તેણે આ સ્પર્ધામાં બેસ્ટ ઈન નેશનલ કોસ્ચ્યુમ્સ તથા બેસ્ટ ઈન સ્પીચ એવોર્ડ પણ જીત્યો છે. આ સ્પર્ધામાં 22 દેશોના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. પેરાગ્વેની યેસ્સેનિયા ગ્રેસિયા ફર્સ્ટ રનર અપ રહી હતી. બોત્સવાનાની એનિસિયા ગાઓતુસી સેકન્ડ રનર અપ રહી હતી.

વસુધૈવ કુટુંબકમની ભાવનાએ જીત્યું દિલ
આયુષીને જજીસે છેલ્લો સવાલ કર્યો હતો કે શું તમને લાગે છે કે જો દુનિયામાં માત્ર વૈશ્વિક સરકાર હોત અને કોઈ અલગ દેશ ના હોત તો વિશ્વ સારી જગ્યા હોત? આયુષીએ જવાબ આપ્યો હતો, હું એવું વિચારતીનથી કે એક સરકાર હોત તો દુનિયા સારી હોત. કારણ કે તમામ દેશો ભૌગોલિક ક્ષેત્રો, લોકો તથા તેમના વિચારોથી અલગ છે. આખી દુનિયા તથા રાજનેતા પોતાના દેશની ભલાઈ અંગે જાગૃત છે. એક ભારતીય હોવાને નાતે હું વસુધૈવ કુટુંબકમમાં વિશ્વાસ ધરાવું છું, જેનો અર્થ થાય છે કે દુનિયા એક બહોળો પરિવાર છે. આથી જ વિભિન્ન દેશો તથા સરકાર હોવા છતાંય આપણે એક પરિવાર જેવા છીએ અને પ્રેમ-શાંતિથી બંધાયેલા છીએ.

RELATED ARTICLES

2 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure launching into the galaxy of wonder! ? The mind-blowing content here is a thrilling for the mind, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of exhilarating insights! #MindBlown Dive into this exciting adventure of knowledge and let your mind fly! ? Don’t just read, savor the excitement! #FuelForThought Your brain will be grateful for this exciting journey through the dimensions of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page