આ હોટલની અંદર જતાં જ લોકો એક દેશમાંથી બીજા દેશમાં પહોંચી જાય છે

Ajab Gajab Featured

દુનિયામાં એવી અનેક હોટલ છે જે સુંદર છે, એટલું જ નહી એવી ઘણી હોટલો છે જે આલીશાન પણ છે જેના કારણે તેમાં એક રાત રોકાવાની કિંમત લાખોમાં હોય છે. ઘણા લોકોનું સપનું હોય છે કે તેઓ એવી આલીશાન હોટલમાં ઓછામાં ઓછી એક રાત પસાર કરવા માંગે છે પરંતુ શું તમે ક્યારેય એવી હોટલ અંગે સાંભળ્યું છે જ્યાં બેડ પર કરવટ બદલતા જ લોકો એક દેશમાંથી બીજા દેશમાં ચાલ્યા જાય છે. જી હા આ કોઇ મજાક નથી પરંતુ વાસ્તવમાં એવી એક હોટલ છે જેનું નામ અર્બેઝ હોટલ છે.

આ હોટલને અર્બેઝ ફ્રાંકો-સુઇસે હોટલના નામથી ઓળખવામાં આવે છે. આ હોટલ ફ્રાંસ અને સ્વિઝરલેન્ડની સરહદ પર લા ક્યોર વિસ્તારમાં સ્થિત છે. આ હોટલ બંન્ને દેશોમાં આવે છે. જેથી આ હોટલના બે સરનામા છે.

આ હોટલની ખાસિયત એ છે કે ફ્રાન્સ અને સ્વિઝરલેન્ડની સરહદ પર આ હોટલની વચ્ચોવચથી પસાર થાય છે. આ હોટલની અંદર જતાં જ લોકો એક દેશમાંથી બીજા દેશમાં પહોંચી જાય છે. અર્બેઝ હોટલના ભાગલા બંન્ને દેશોની સરહદને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા છે. તમને જાણીને આશ્વર્ય થશે કે આ હોટલનો બાર સ્વિઝરલેન્ડમાં આવે છે તો બાથરૂમ ફ્રાન્સમાં છે.

આ હોટલમાં તમામ રૂમના બે હિસ્સામાં વહેંચવામાં આવ્યા છે. રૂમમા ડબલ બેડ એ રીતે ગોઠવવામાં આવ્યા છે જેથી અડધા ફ્રાન્સમાં  તો અડધા સ્વિઝરલેન્ડમાં રહે. સાથે રૂમમાં ઓશિકા પણ બે દેશની જેમ અલગ અલગ લગાવાયા છે.

આ હોટલ જે સ્થળ  પર બનેલી છે તે વર્ષ 1862માં અસ્તિત્વમાં આવી હતી. અગાઉ અહીં એક કરિયાણાની દુકાન હતી. બાદમાં વર્ષ 1921માં જૂલ્સ- જીન અર્બેઝ નામના વ્યક્તિએ આ જગ્યા ખરીદી લીધી અને અહી હોટલ બનાવી દીધી. હવે આ ફ્રાન્સ અને સ્વિઝરલેન્ડ બંન્ને દેશોની ઓળખ બની ગઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *