Wednesday, April 17, 2024
Google search engine
HomeInternationalએવું તો શું છે અહીં કે જમીનમાં અચાનક પડવા લાગે છે ખાડા?...

એવું તો શું છે અહીં કે જમીનમાં અચાનક પડવા લાગે છે ખાડા? વૈજ્ઞાનિકોને પણ આશ્ચર્ય

વિશ્વમાં અમુક જગ્યાએ એવી ઘટનાઓ બને છે કે જે જોઈને લોકો માથું ખંજવાળવા લાગે છે. આવી જ એક ઘટના ક્રોએશિયામાં સામે આવી છે. અહીંના બે ગામોમાં જાન્યુઆરીથી લઈને અત્યાર સુધીમાં 100થી વધુ ઉંડા ખાડા (ભુવા) પડી ગયા છે. આ જોઈને વૈજ્ઞાનિકોને પણ આશ્ચર્ય થયું છે.

વૈજ્ઞાનિકોને પણ હજી એ સમજણમાં નથી આવતું કે આ બંને ગામમાં ઉંડા ખાડા જમીનમાં ફેરફારના કારણે થયા છે કે કોઈ કુદરતી ઘટનાને કારણે થયા છે.

ક્રોએશિયાના બે ગામ મેસેનકાની અને બોરોજેવિસીમાં વર્ષની શરૂઆતમાં જમીનમાં આશ્ચર્ય પમાડતી હલચલ જોવા મળી હતી. આ ગામમાં જમીનમાં અચાનક મોટા મોટા ખાડા પડવા લાગ્યા હતા.

જાન્યુઆરીમાં એક ખાડો પડ્યો હતો. ત્યાર બાદ બંને ગામમાં ધીમે ધીમે ખાડાની સંખ્યા વધવા લાગી. અત્યાર સુધીમાં બંને ગામમાં 100થી વધુ ખાડા (સિંકહોલ) પડ્યા છે. આ ઉડા ભુવા માત્ર ખેતરની જમીનમાં જ નથી પડ્યા પણ અમુક જગ્યાએ તો ઘરની દિવાલ કે ફળિયામાં પણ પડ્યા છે. જેનાથી ગામમાં રહેતા લોકો હચમચી ઉઠ્યા છે.

મેસેનકામી ગામમાં રહેતા સ્ટોજન ક્રેસોજોવિક નામના યુવાને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે ખુબ જ ખરાબ સ્થિતિમાં જીવી રહ્યા છે. અમારી ચારેતરફ ભુવા પડી રહ્યા છે. જેનો કોઈ પણ ભોગ બની શકે છે. લાગે છે થોડાક દિવસમાં મજબૂરીમાં આ જગ્યા છોડવી પડી શકે છે. જોકે વૈજ્ઞાનિકોએ આ ભૂગર્ભીય રહસ્યનો ખુલાસો કરી દીધો છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આનો સીધો સંબંધ ક્રોએશિયામાં ડિસેમ્બર 2020માં આવેલા 4.5ની તિવ્રતાના ભૂકંપ સાથે છે.

સામાન્ય રીતે ભૂગર્ભીય હલચલ પછી સિંકહોલ બનતા નથી. આવા ભુવા એવી જગ્યાએ જ બંને છે જ્યાં જમીનની અંતર કેવિટી કે ગુફાઓ હોય છે. નોંધનીય છે કે ક્રોએશિયામાં જમીનની અંદર ગુફાઓ અને કેવિટી છે. જેને ડાઈનેરિક કાર્સ્ટ જિયોલોજી કહેવામાંઆવે છે.

ક્રોએશિયામાં આવી 30 ગુફાઓ છે, જે અંદાજે 3262 ફુટ એટલે કે અંદાજે 1 કિલોમિટર સુધી ઉડી છે. આ ગુફાઓ પાણીના પ્રવાહના કારણે બની હોય છે. અહીંનું પાણી થોડું અમ્લીય (એસિડિક) છે, જેના કારણે લાઈમસ્ટોન અને અન્ય બેડરોક ધીમે ધીમે ઓગળવા લાગે છે. જેના કારણે જમીન નરમ બની છે અને સપાટી નબળી પડી સીધી ગુફામાં ધસી જાય છે. અને જેના કારણે ભુવા પડે છે. જેમાં થોડીવારમાં પાણી ભરાય જાય છે.

RELATED ARTICLES

2 COMMENTS

  1. I played on this online casino platform and earned a substantial pile of money. However, eventually, my mother fell critically sick, and I needed to withdraw some earnings from my casino balance. Unfortunately, I encountered difficulties and was unable to complete the withdrawal. Tragically, my mother died due to the gambling platform. I kindly plead for your assistance in reporting this situation with the site. Please assist me to obtain justice, to ensure others won’t have to face the hardship I’m facing today, and prevent them from facing similar heartache. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page