Tuesday, March 5, 2024
Google search engine
HomeBollywood'રામ' પાસે છે 40 એકર જમીન ને તબેલામાં છે 40-40 ગાયો, જાતે...

‘રામ’ પાસે છે 40 એકર જમીન ને તબેલામાં છે 40-40 ગાયો, જાતે જ દોહે છે ને કરે છે તમામ કામો

મુંબઈઃ કોરોનાકાળમાં સામાન્ય લોકોથી લઈ સેલિબ્રિટિઝ સહિતની લાઇફ બદલી નાખી છે. અનેક સેલેબ્સની સ્થિતિ સારી છે તો અનેકની હાલત ઘણી જ ખરાબ થઈ ગઈ છે. અનેક સેલેબ્સ બેરોજગાર થઈ ગયા છે તો અનેકની બચત પૂરી થઈ ગઈ છે. આ દરમિયાન ટીવી શો ‘સિયા કે રામ’માં લીડ રોલ પ્લે કરનાર આશીષ શર્મા ગ્લેમરની ચમકદમકથી દૂર પોતાના ગામડે રહે છે.

આશીષ શર્મા પોતાના ગામડે એક્ટિંગ છોડીને ખેતી કરી રહ્યો છે. ‘સિયા કે રામ’માં રામની ભૂમિકા ભજવ્યા બાદ આશીષ શર્મા ઘેર-ઘેર લોકપ્રિય થયો હતો. જોકે, હવે તે ખેડૂત બની ગયો છે. તેનું મન હવે ખેતીમાં જ છે. તે મુંબઈથી દૂર રાજસ્થાનમાં ખેતી કરે છે.

આશીષે ખેતી કરતાં કેટલીક તસવીરો તથા વીડિયો સો.મીડિયામાં શૅર કર્યા છે. એક ઇન્ટરવ્યૂમાં આશીષે કહ્યું હતું કે આપણે જીવનમાં અસલી ખુશીઓ ભૂલી ગયા છે. આભાર કોરોનાને કે તેને આ વાત જાણવાની તક આપી કે જીવનમાં આપણે શું ઈચ્છીએ છીએ.

આશીષે વધુમાં કહ્યું હતું કે તેને લાગે છે કે નાની-નાની વાતો જીવનને સુંદર બનાવી દે છે. તે પોતાના મૂળ વતનમાં પરત આવવા માગતો હતો અને હવે તે ખેડૂત બની ગયો છે. ખેતી આપણા પૂર્વજોની પરંપરા છે. જોકે, જ્યારે તે મુંબઈ આવ્યો તો ખેતીથી અલગ થઈ ગયો હતો. જોકે, હવે તે પોતાની પરંપરામાં પરત આવી ગયો છે. ખેતી કરવાથી શાંતિ મળે છે.

આશીષ શર્માને ગામમાં 40 એકર જમીન તથા 40 ગાયો છે. તેનો મુખ્ય ઉદ્દેશ હેલ્થી ફૂડ પ્રમોટ કરવાનો છે. તે લોકોને નેચરલ રીતે જીવન જીવવાની જાગૃતતા ફેલાવવા ઈચ્છે છે.

આશીષનું ખેતર જયપુરની પાસે છે. આશીષ શર્મા ગાયને જાતે જ દોહે છે. ખેતરના નાના-મોટા કામ પણ જાતે છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ‘રંગરસિયા’, ‘ચંદ્રગુપ્ત મૌર્ય’ ‘ગુનાહો કે દેવતા’, ‘પૃથ્વી વલ્લભ’માં જોવા મળ્યો હતો. આશીષ લાંબા સમયથી નાના પડદાથી દૂર છે.

તેણે કહ્યું હતું કે પહેલાં શોની વાર્તા તેને એટ્રેક્ટ કરતી હતી, પરંતુ હવે તેને થાક લાગે છે. તે હવે વેબ સિરીઝ પર ફોકસ કરવા માગે છે. આશીષે ફિલ્મ ‘ખેજડી’માં ટ્રાન્સજેન્ડરનો રોલ પ્લે કર્યો હતો.

RELATED ARTICLES

4 COMMENTS

  1. I played on this casino platform and won a substantial cash, but later, my mom fell ill, and I required to withdraw some funds from my casino account. Unfortunately, I experienced issues and couldn’t withdraw the funds. Tragically, my mom died due to this online casino. I plead for your help in lodging a complaint against this site. Please help me to achieve justice, so that others won’t experience the hardship I am going through today, and stop them from crying tears like mine. 😭😭😭�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments