Thursday, April 11, 2024
Google search engine
HomeBollywoodતો શું 'નૈતિક'નું આ એક્ટ્રેસ સાથે ચાલી રહ્યું છે અફેર તસવીરો વાઇરલ

તો શું ‘નૈતિક’નું આ એક્ટ્રેસ સાથે ચાલી રહ્યું છે અફેર તસવીરો વાઇરલ

‘યે રિશ્તા ક્યા કહલતા હૈ’ ફેમ એક્ટર કરણ મહેરા અત્યારે તેની પત્ની સાથે થયેલાં વિવાદને લીધે ચર્ચામાં છે. નિશાએ કરણ પર ઘરેલું હિંસા ઉપરાંત અન્ય એક્સ્ટ્રસ સાથે એક્સ્ટ્રા મેરિટલ અફેરનો પણ આરોપ લગાવ્યો છે. જોકે, કરણે આ દરેક આરોપોને ખોટા ગણાવ્યા છે. એક્સ્ટ્રા મેરિટલ અફેરના આરોપ વચ્ચે કરણ મહેરાના તેમની કો-સ્ટાર હિમાંશી પારાશર સાથે ફોટો વાઇરલ થઈ રહ્યા છે. ઘણાં લોકો હિમાંશી અને કરણના લિંક અપની વાતો કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર યૂઝર્સ કરણ-હિમાંશીના ફોટો પર નેગેટિવ કોમેન્ટ કરી રહ્યા છે. કરણ મહેરા અને હિમાંશી એક પંજાબી ટીવી સિરિયલ Maavan thandiyan chaavanમાં સાથે કામ કરે છે. તેમની જોડી ખૂબ જ પસંદ કરવામાં આવે છે. ફેન્સ તેમની જોડીને #KavNi કહે છે.

સ્ક્રીન પર કરણ અને હિમાંશીની શાનદાર કેમિસ્ટ્રી જોવા મળી છે. સિરિયલમાં કરણ મહેરા પોલીસકર્મીનો રોલ પ્લે કરી રહ્યો છે. બંને કલાકારોની પંજાબમાં જબરદસ્ત ફેન ફોલોઇંગ છે.

જ્યારથી નિશાએ કરણના એક્સ્ટ્રા મેરિટલ અફેર હોવાની વાત કહી છે. ત્યારથી હિમાંશી પરાશરના કરણ સાથેના ફોટો વાઇરલ થઈ રહ્યા છે. બંનેનું અફેર હોવાની ચર્ચા પણ થઈ રહી છે.

આ આરોપોને લીધે હિમાંશીને ટ્રોલ કરવામાં આવી રહી છે. તેમના પર યૂઝર્સ પોતાની ભડાસ કાઢી રહ્યા છે. કરણે પોતાના ઇન્સ્ટા પર હિમાંશી સાથે ઘણાં ફોટો શેર કર્યા છે. પહેલાં આ ફોટો ફેન્સ પસંદ કરતાં હતાં હવે તેમણે આ અંગે બંને એક્ટર્સને ટ્રોલ કર્યા છે.

કરણ હિમાંશી સાથે શૂટિંગના ફોટો શેર કરી રહ્યો છે. થોડાં દિવસ પહેલાં કરણ મહેરાની સિરિયલ Maavan thandiyan chaavanનો એક સીન પોસ્ટ કરી લખ્યું હતું કે, તે શૂટિંગને મિસ કરી રહ્યો છે. વીડિયોમાં તે હિમાંશી સાથે જોવા મળી રહ્યો છે. કરણને કોરોના થયો હતો એટલે તે સિરિયલનું શૂટિંગ કરી શકતો નથી.

હવે કરણ અને હિમાંશીના અફેરના સમાચાર કેટલા સાચા છે તે સમય આવ્યે જાણી શકાશે, પણ કરણે મીડિયા સાથેની વાતચીતમાં કોઈ બીજી છોકરી સાથે પોતાના સંબંધ હોવાની વાતને નકારી દીધી છે.

નિશાએ કરણના અફેર વિશે શું કહ્યું હતું?
નિશાએ કહ્યું હતું કે, ‘‘સાચુ છે કે, કરણ મહેરાનું એક્સ્ટ્રા મેરિટલ અફેર ચાલી રહ્યું છે. મારે દુખ સાથે કહેવું પડે છે કે, કરણનું એક છોકરી સાથે અફેર ચાલી રહ્યું છે. જેની જાણ મને નહોતી. મેં તેમને સબૂત બતાવ્યા, તે તેમણે એક્સેપ્ટ કરી કહ્યું હા, મારી લાઇફમાં એક છોકરી છે. હું કોઈ બીજીને પ્રેમ કરું છું અને તેની સાથે ફિઝિકલ રિલેશનમાં છું. તે છોકરી દિલ્હીથી છે. મારા માટે આ શૉકિંગ હતું.’’

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the universe of excitement! ? The mind-blowing content here is a thrilling for the mind, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of inspiring insights! #InfinitePossibilities ? into this cosmic journey of imagination and let your mind soar! ✨ Don’t just explore, experience the excitement! #BeyondTheOrdinary Your brain will thank you for this thrilling joyride through the realms of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page