Wednesday, April 10, 2024
Google search engine
HomeBollywoodએક્ટ્રેસ નુસરત જહાં પ્રેગ્નન્ટ છે, પતિ નિખિલે કહ્યું- આ મારું બાળક નથી

એક્ટ્રેસ નુસરત જહાં પ્રેગ્નન્ટ છે, પતિ નિખિલે કહ્યું- આ મારું બાળક નથી

કોલકાતાઃ બંગાળી ફિલ્મ્સની જાણીતી એક્ટ્રેસ અને ટીએમસી સાંસદ નુસરત જહાં પોતાની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહે છે. અમુક સમય અગાઉ નુસરત જહાં અને તેના પતિ નિખિલ જૈનના અલગ રહેવાની વાતો સામે આવી હતી. જોકે એક રિપોર્ટમાં દાવો કરવામા આવી રહ્યો છે કે- નુસરત જહાં ગર્ભવતી છે અને ટૂંકસમયમાં પોતાના બાળકને જન્મ આપશે.

એક એહવાલ અનુસાર નુસરત જહાંને છઠ્ઠો મહિનો જઈ રહ્યો છે. નુસરત જહાં અને નિખિલ જૈન 6 મહિના એકબીજા સાથે નથી રહેતા. આ રિપોર્ટને કારણે ફેન્સ પણ મૂંજવણમાં જોવા મળી રહ્યાં છે. મુસ્લિમ સમાજમાંથી આવતી નુસરત જહાંએ 19 જૂન 2019ના બિઝનેસમેન નિખિલ જૈન સાથે અચાનક લગ્ન કરી સૌને ચોંકાવ્યા હતા.

નુસરત અને નિખિલે તુર્કીમાં લગ્ન કર્યા હતા અને કોલકાતામાં વેડિંગ રિસેપ્શનનું આયોજન કર્યું હતું. હિંદુ યુવક સાથે લગ્ન કરવાને કારણે નુસરત ઘણા સમય સુધી ચર્ચામાં રહી હતી. મુસ્લિમ હોવા છતાં નુસરત માંગમાં સિંદુર લગાવતી હતી, જેને કારણે તેને ટ્રોલ પણ કરવામા આવતી.

ગર્ભવતી હોવાના સમાચાર પર નુસરતે મૌન ધારણ કરી રાખ્યું છે. તેણે આ વાતની પૃષ્ટિ નથી કરી અને ના તેનો ઈન્કાર કર્યો છે. જ્યારે નુસરતના પતિ નિખિલ જૈને એક્ટ્રેસના ગર્ભવતી હોવાના એહવાલ પર ખુલીને પ્રતિક્રિયા આપી છે. નિખિલે કહ્યું કે,‘આ બાળક મારું નથી. નુસરતે ઘણા સમયથી મારો સંપર્ક કર્યો જ નથી.’

એક બાજુ જ્યાં નુસરતના લગ્ન તૂટવાની અણીએ છે ત્યાં અમુક દિવસ અગાઉ નુસરત ભાજપ નેતા તથા એક્ટર યશ દાસગુપ્તાને ડેટ કરતી હોવાના એહવાલો સામે આવ્યા હતા. બંનેની અમુક મહિના અગાઉની અજમેર દરગાહ શરીફની તસવીરો સામે આવી હતી. બંનેએ આ વર્ષે ન્યૂયર પાર્ટી પણ સાથે સેલિબ્રેટ કરી હતી.

નુસરતે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતં કે, તેની પર્સનલ લાઈફમાં લોકોની દખલગીરી ના હોવી જોઈએ. તેણે કહ્યું-‘લોકોએ મને હંમેશા ટ્રાયલમાં રાખી છે, પરંતુ આ વખતે હું કોઈ કોમેન્ટ નહીં કરું. લોકો માત્ર મારા કામ માટે મને જજ કરી શકે છે.

અન્ય કોઈ વસ્તુ માટે નહીં. સાચું હોય કે ખોટુ, આ મારું જીવન છે અને હું તેને કોઈની પણ સાથે શેર કરી શકતી નથી.’હાલ નુસરતના ગર્ભવતી હોવાના એહવાલોમાં કેટલી વાસ્તવિકતા છે તે તો સમય આવવા પર ખબર પડશે.

RELATED ARTICLES

2 COMMENTS

  1. I participated on this casino platform and won a considerable sum of money, but after some time, my mom fell sick, and I wanted to withdraw some money from my balance. Unfortunately, I faced problems and was unable to withdraw the funds. Tragically, my mother died due to the casino site. I implore for your help in bringing attention to this website. Please help me to obtain justice, so that others do not face the suffering I am going through today, and avert them from shedding tears like mine. ???�

  2. I participated on this gambling site and secured a considerable pile of cash. However, eventually, my mom fell critically ill, and I required to cash out some money from my casino balance. Unfortunately, I encountered problems and could not complete the withdrawal. Tragically, my mom died due to the online casino. I earnestly plead for your assistance in reporting this concern with the platform. Please help me in seeking justice, to ensure others do not experience the hardship I’m facing today, and avert them from facing similar heartache. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page