Thursday, April 25, 2024
Google search engine
HomeBollywoodઅભિનેત્રી પાયલ રોહતગી અને રેસલર સંગ્રામ સિંહ લગ્નના બંધને બંધાયા, જુઓ તસવીરો

અભિનેત્રી પાયલ રોહતગી અને રેસલર સંગ્રામ સિંહ લગ્નના બંધને બંધાયા, જુઓ તસવીરો

અભિનેત્રી પાયલ રોહતગીએ શનિવારે મોડી સાંજે રેસલર સંગ્રામ સિંહ સાથે લગ્ન કર્યા હતા. આગ્રાની હોટલ જેપી પેલેસમાં બંનેએ એકબીજાને વરમાળા પહેરાવી હતી અને પછી લગ્નના બંધને બંધાયા હતાં. સાદગીથી લગ્ન સંપન્ન થયા હતાં. સંબંધીઓ અને મહેમાનોએ બંનેને આશીર્વાદ આપ્યા.

સંગ્રામ સિંહ ઘોડી પર સવાર થઈને હોટલ પહોંચ્યા હતા. તેમની પાછળ બારાતીઓ પણ નાચતા હતા. આ પહેલાં બપોરના સમયે પાયલની હલ્દી સેરેમની થઈ હતી. જેમાં પરિવારના સભ્યો અને કેટલાક મિત્રો જોડાયા હતા. ત્યારબાદ સંગીત સેરેમની થઈ હતી. જેમાં બધાએ સાથે મળીને ખૂબ ડાન્સ કર્યો હતો. લગ્નમાં માત્ર 50 મહેમાનોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

પાયલ રોહતગી અને સંગ્રામ સિંહના લગ્ન હિંદુ રીતિ-રિવાજ મુજબ થયા હતા.

લગ્નમાં હાજરી આપવા માટે ખૂબ જ ખાસ મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

આ ફોટો હલ્દીની વિધિની છે. તેને પાયલે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કરી હતી.

સંગ્રામ સિંહ અને પાયલ રોહતગીએ લગ્ન પહેલાં ડાન્સ કરીને ફોટોશૂટ કરાવ્યું હતું.

પાયલે રિંગ સેરેમની દરમિયાન મરૂન કલરનો લહેંગો પહેર્યો હતો અને સંગ્રામે ક્રીમ કલરનો કુર્તા પાયજામો પહેર્યો હતો.

બંનેએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, “દરેકના આશીર્વાદની આશા સાથે પોતાના જીવનની આ સુંદર સફર શરૂ કરવા જઈ રહ્યા છીએ.”

આ ફોટો પાયલે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં તે સંગ્રામ સાથે ફોટો લેતી જોવા મળી હતી.

આ ફોટો પાયલની મહેંદી સેરેમનીના સમયની છે. પાયલની સાથે તેનો પતિ સંગ્રામ સિંહ પણ હતો.

રિંગ સેરેમની પછી પાયલ-સંગ્રામના પરિવારે એકસાથે મળીને ફોટો પડાવ્યો હતો.

મહેંદી સેરેમની દરમિયાન પાયલ-સંગ્રામે હાથ પર એકબીજાનું નામ લખાવ્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page