Wednesday, April 10, 2024
Google search engine
HomeGujaratટ્રાફિક પોલીસની કરતો હતો નોકરી, ITના દરોડો પડ્યા તો કરોડોની સંપત્તિ મળી

ટ્રાફિક પોલીસની કરતો હતો નોકરી, ITના દરોડો પડ્યા તો કરોડોની સંપત્તિ મળી

મોસ્કોઃ એક સરકારી અધિકારીની હેસિયત કેટલી હોઈ શકે. તમને ખબર પડે કે સરકારી અધિકારી ઘરમાં સોનાનું ટોઇલેટ વાપરે છે તો તમને કેવો આંચકો લાગે? ટ્રાફિક પોલીસના અધિકારીની ભ્રષ્ટાચાર તથા લાંચ લેવાના આક્ષેપમાં ધરપકડ કરવામાં આવી છે અને હવે તેના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા.

તપાસ સમિતિએ જ્યારે તેના ઘરે દરોડા પાડ્યા ત્યારે તેની હવેલી, ભવ્ય રૂમ, લક્ઝૂરિયસ ડેકોરેશન અને ત્યાં સુધી કે સોનાનું ટોઇલેટ જોઈને દંગ રહી ગઈ હતી. અધિકારીઓએ ભ્રષ્ટાચારમાંથી કમાલેયલી તમામ સંપત્તિના ફુટેજ પણ બહાર પાડ્યા હતા.

રશિયાની તપાસ સમિતિએ દક્ષિણ વિસ્તારમાં આવેલા સ્ટાવરોપોલમાં પોલીસ અધિકારી એલેક્સી સફોનોવ તથા છ અન્ય લોકોની ભ્રષ્ટાચાર કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આ લોકોએ એક ગેંગને જવાની પરમિટ આપી હતી. આ પરમિટને બદલે પૈસા લીધા હોવાની શંકાને આધારે ધરપકડ કરવામાં આવી હતી.

અધિકારીઓએ સફોનોવની હવેલી પર દરોડા પાડ્યા ત્યારે ત્યાં સોનાનું કમોડ સહિતની ઘણી વસ્તુઓ મળી હતી. ઘરનું ડેકોરેશન જોઈને લાગતું હતું કે આ ઘર કોઈ રાજાનું છે.

સ્કાય ન્યૂઝ સર્વિસ પ્રમાણે, એલેક્સી સફોનોવ પર ગેંગને લાંચના બદલે અનાજ કાર્ગો ટ્રાન્સપોર્ટ પરમિટ આપવામાં આવી હતી. પરમિટને કારણે ટ્રાન્સપોર્ટર આરામથી પોલીસ ચોકીઓ પાર કરીને જતો હતો અને કોઈ જાતનું ચેકિંગ થતું નહોતું.

રશિયાની તપાસ સમિતિ જો અમેરિકાની એફબીઆઈ સંસ્થા જેવી છે. અધિકારી તથા અન્ય લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમની પાસેથી 19 મિલિયન રૂબલ એટલે કે 1 કરોડ 91 લાખ 77 હજાર 266 રૂપિયાની લાંચ મળી હતી.

ધરપકડ કરવામાં આવેલા આરોપીઓમાંથી એક પૂર્વ ઇમર્જન્સી અધિકારી, એક ઇમર્જન્સી નિરીક્ષક તથા ચાર નાગરિક સામેલ હતા.

દેશના સૌથી મોટા રાજકીય દળ યુનાઇટેડ રશિયાના એક વરિષ્ઠ નેતા એલેક્ઝેન્ડર ખિન્શેટિને કહ્યું હતું કે 35થી વધુ અધિકારીઓને એક મોટા ઓપરેશન હેઠળ અટકાયત કરવામાં આવ્યા હતા.

તપાસ માટે આરોપીઓને અંદાજે 80 સંપત્તિઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા.

દરોડામાં મોટી માત્રામાં રોકડ રકમ, મોંઘી કાર તથા દસ્તાવેજોએ જપ્ત કર્યા હતા.

સોનાથી જડવામાં આવેલા બાથરૂમની તસવીર.

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey launching into the universe of endless possibilities! ? The captivating content here is a captivating for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of exciting insights! #MindBlown ? into this cosmic journey of discovery and let your imagination fly! ? Don’t just explore, immerse yourself in the thrill! #BeyondTheOrdinary Your brain will thank you for this thrilling joyride through the realms of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page