Wednesday, April 10, 2024
Google search engine
HomeFeature Rightવિદેશમાં પણ મોદીનો દબદબો, અબુધાબની 65 માળની બિલ્ડિંગ પર NaMo છવાયા

વિદેશમાં પણ મોદીનો દબદબો, અબુધાબની 65 માળની બિલ્ડિંગ પર NaMo છવાયા

અબુધાબી: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે સમયે રાષ્ટ્રપતિ ભવનમાં પોતાના બીજા કાર્યકાળ માટે પદના શપથ લઈ રહ્યા હતા, તે સમયે નવી દિલ્હીથી હજારો કિલોમિટર દૂર સંયુક્ત આરબ અમિરાતમાં યુએઈના શેખ અને ભારતના વડાપ્રધાન મોદીની મિત્રતાની એક તસવીર પ્રસિદ્ધ થઈ હતી. ભારત સાથે પોતાની દોસ્તીનું સિલેબ્રેશન કરતાં યુએઈની રાજધાની અબુ ધાબીના આઈકૉનિક એડનૉક ગ્રુપના ટાવર પર ભારત અને અબુધાબીના ઝંડા દર્શાવવામાં આવ્યા હતા

65 માળની એડનૉક ગ્રુપની કાચની ચમકતી દિવાલો પર ફક્ત બંને દેશોના ઝંડા જ નહીં, પરંતુ મોદી અને યુએઈના શેખ મોહમ્મદ બિન જાયદના પોટ્રેટ પણ દેખાડવામાં આવ્યા હતા. આની જાણકારી આપતાં યુએઈમાં ભારતીય રાજદૂત નવદીપ સૂરીએ કહ્યું, ”આ ખરી મિત્રતા છે. પ્રધાનમંત્રી મોદીએ બીજા કાર્યકાળના શપલ લીધા અને આઈકૉનિક એડનૉક ગ્રુપ ટાવર ભારત-યુએઈના ઝંડા તેમમ આપણાં પીએમ અને યુએઈના શેખના પોટ્રેટથી રોશન થઈ ગયું હતું.”

નોંધનીય છે કે એડનૉક ટાવર અબુ ધાબીની સૌથી ઊંચી બિલ્ડિંગમાંથી એક છે. આ બિલ્ડિંગની ઊંચાઈ 342 મિટર છે. આ બિલ્ડિંગમાં 65 માળ છે. આ અબુધાબીની નેશનલ ઓઈલ કંપની (એડનૉક)નું મુખ્યાલય છે. આ દુનિયાની 57મી સૌથી ઊંચી ઈમારત છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page