Tuesday, April 9, 2024
Google search engine
HomeGujaratનિત્યાનંદ આશ્રમ વિવાદમાં બે પુત્રીઓના પિતાએ કર્યો સૌથી મોટો ચોંકાવનારો ખુલાસો?

નિત્યાનંદ આશ્રમ વિવાદમાં બે પુત્રીઓના પિતાએ કર્યો સૌથી મોટો ચોંકાવનારો ખુલાસો?

અમદાવાદના હાથીજણ વિસ્તારમાં આવેલા સ્વામી નિત્યાનંદના આશ્રમના વિવાદને લઈને દરરોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે નિત્યાનંદ અને તેની બે સેવિધા સામેની પોલીસ ફરિયાદમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં યુવતીના પિતાએ આક્ષેપ કર્યો છે કે, આશ્રમમાં અડધી રાતે યુવતીઓને ડાન્સ કરાવાતા હતા.

આ ફરિયાદ અનુસંધાને પોલીસે આશ્રમના 15થી વધુ લોકોના નિવેદન ચોપડે નોંધ્યા છે. બાળકોના નિવેદનમાં પણ આશ્રમમાં ગોંધી રાખવામાં આવતા હોવાની ચોંકાવનારી વિગતો પોલીસને જાણવા મળી છે.

બે યુવતીઓના પિતાની શબ્દસઃ પોલીસ ફરિયાદ

છેલ્લા ત્રણ વર્ષથી હું નિત્યાનંદપીઠમ બેંગ્લોરમાં સેવાપુજા કરું છું. મારી પત્ની ભૂવનેશ્વરી પણ આશ્રમમાં સેવા કરે છે. મારી ત્રણ પુત્રી અને એક પુત્ર નિત્યાનંદપીઠમાં 6 વર્ષથી અભ્યાસ કરે છે. સૌથી મોટી 21 વર્ષની પુત્રી લોપામુદ્રા ઉર્ફે તત્વપ્રિયાને બે વર્ષ પહેલા નિત્યાનંદ આશ્રમ બેંગ્લોરના સંચાલકોએ વિદેશ મોકલી હતી. છેલ્લા બે વર્ષથી મારા પરિવારના સભ્યને સંપર્ક થયો નથી. નાની 18 વર્ષની દીકરી નંદિતા ઉર્ફે નિત્યનંદિતા અને તેનાથી નાની કલ્પલતા ઉર્ફે માયાપ્રિયા અને સૌથી નાનો અંબાસુતન ઉર્ફે શ્રીબ્રહ્માને 8 મહિનાથી નિત્યનંદપીઠમ અમદાવાદ ખાતે આ ત્રણેયને લઈ આ‌વ્યા હતા અને અમને મળવા દેતાં ન હતા.

15 દિવસ પહેલા અમે આશ્રમ પહોંચ્યા હતા ત્યારે અમને મળવાની મંજૂરી આપવામાં આવી નહતી. જેથી પોલીસની મદદથી અમે આશ્રમમાં ગયા ત્યારે બે દીકરાનો કબજો અમને સોંપ્યો હતો પરંતુ 18 વર્ષની નિત્યાનંદિતાને મળવા દીધી ન હતી. મારી 15 વર્ષની દીકરી કલ્પલતાએ આશ્રમની પ્રવૃત્તિઓ અંગે મને કહ્યું હતું કે, 21 ઓક્ટોબરથી 1 નવેમ્બરે સુધી અમને આશ્રમની બહાર પુષ્પક સીટી રૂમ નંબર 107માં રાખ્યા હતા. આશ્રમમાં રાત્રીના સમયે કાસિંગ અને એનરીચ (કોઈની સાથે વાત કરીને પૂજા, હવન, ગૌરક્ષા વગેરે તથા સ્વામીજીના ફોટા, પ્રવચન વગેરે ફેસબુક ઉપર શેર કરવાનો ટાર્ગેટ આપવો તથા કોઈપણ સમય તૈયાર થઈને ડાન્સ કરવો) કરાવવામાં આવતા હતા.

આ તમામ કાર્ય સ્વામી નિત્યાનંદના સૂચનથી અમદાવાદ આશ્રમની હેડ પ્રાણપ્રિયા કરાવતી હતી. તેમજ અલગ-અલગ જગ્યાએ મોકલીને યોગીની સર્વજ્ઞપીઠના નામે ચાલતી સંસ્થા અંતર્ગત ચાલતી પ્રવૃત્તિઓ માટે કરાતા અને નવા યજમાનો જોડવા તથા તેમની પાસેથી રૂ.1 કરોડથી 7 કરોડ સુધીના ડોનેશન ઉઘરાવવા માટે ટાર્ગેટ આપવામાં આવે છે. સ્વામી નિત્યાનંદની પ્રમોશન એક્ટિવિટી બાળકો પાસે દિવસ-રાત આશ્રમના હેડ દ્વારા કરાવવામાં આવે છે. મારા નાના પુત્ર અંબાસુતનને નાની નાની બાબતોમાં શિક્ષા આપવામાં આવતી હતી અને આશ્રમના માણસો માર મારતા હતા અને ગાળો બોલતા હતા.

છેલ્લા બે અઠવાડિયાથી કલ્પલતા, નિત્યનંદિતા તેમજ દીકરો અંબાસુતન એમ ત્રણેયને મળી શકીયે નહીં તે માટે નિત્યાનંદની સૂચનાથી અમદાવાદના આશ્રમના હેડ પ્રાણપ્રિયા તથા અન્ય આશ્રમના માણસો ત્રણેયનું અપહરણ કરીને આશ્રમથી દૂર પુષ્પક સિટીના મકાન નં. 107માં લઈ ગયા હતાં. જ્યાં પ્રિયતત્વાની દેખરેખ હેઠળ ગેરકાયદેસર ગોંધી રાખી બંને બાળકોને નિત્યાનંદની સૂચનાથી અમદાવાદના આશ્રમના હેડ પ્રાણપ્રિયાએ ધમકી આપી હતી. સ્વામી નિત્યાનંદ અને સેવિકાઓએ બે દીકરી અને એક દીકરાને નિત્યાનંદની પ્રસિદ્ધિ માટે ગોંધી બાળમજૂરી કરાવી અપહરણ કર્યું હતું.

યુવતીના પિતાની FIRના અંશો

મારા સંતાનોમાં મોટી દીકરી લોપામુદ્રાને 2 વર્ષ પહેલાં આશ્રમના લોકોએ વિદેશ મોકલી દીધી છે. 2 વર્ષથી તેનો સંપર્ક થયો નથી. મારી બીજી દીકરી નિત્યાનંદિતા, કલ્પલતા, દીકરાને 8 માસ પહેલાં અમદાવાદ લઈ આવ્યા હતા. – જનાર્દન શર્મા, ફરિયાદી

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the universe of endless possibilities! ? The mind-blowing content here is a rollercoaster ride for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of inspiring insights! #AdventureAwaits Dive into this exciting adventure of imagination and let your mind soar! ✨ Don’t just enjoy, immerse yourself in the excitement! ? Your mind will be grateful for this exciting journey through the worlds of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page