Wednesday, April 10, 2024
Google search engine
HomeGujaratગુજરાતની મોટી-મોટી હસ્તીઓ આ ‘કેટરિંગ કિંગ’ના ચાહક, 22 દેશોમાં કરી ચૂક્યા છે...

ગુજરાતની મોટી-મોટી હસ્તીઓ આ ‘કેટરિંગ કિંગ’ના ચાહક, 22 દેશોમાં કરી ચૂક્યા છે કેટરિંગ

અમદાવાદ: ગુજરાતીઓ ખાવાના બહુ શોખીન હોય છે એ વાત હવે નવી નથી. એમાં પણ અમદાવાદની વાત જ અલગ છે. અમદાવાદ અને ગુજરાતી જમવાની વાત સાથે આવે એટલે ‘ગોરધનથાળ’ તરત આંખો સામે તરી આવે. ‘ગોરધન થાળ’ની સક્સેસ પાછળ જો કોઈ એક વ્યક્તિનો ફાળો હોય તો તે છે ગોરધનસિંહ પુરોહિત એટલે કે ગોરધન મહારાજ.

નાના પાયે કેટરિંગની શરૂઆત કર્યા બાદ સ્વાદ રસિકોમાં એવા તો ફેમસ થયા કે બધા ગોરધન મહારાજના હાથનું જમવાનો આગ્રહ રાખતા. ગ્રાહકને સર્વોપરીમાંની ક્વોલિટીમાં થોડી પણ બાંધછોડ નહીં કરનાર ગોરધન મહારાજનો કેટરિંગમાં આજે સિક્કો પડે છે. કેટરિંગ બાદ ‘ગોરધન થાળ’ અને ‘ગોરમો’ બ્રાન્ડથી રેસ્ટોરન્ટ અને હોટેલ પણ શરૂ કરી છે. અમદાવાદમાં સેલિબ્રિટી આવે એટલે ‘ગોરધન થાળ’ની અચૂક મુલાકાત લે છે. કેટરિંગની દુનિયામાં 30 વર્ષ પૂરા કરનાર ગોરધન મહારાજ નાદુરસ્ત તબિયત છતાં હજી પણ એટલા જ એક્ટિવ છે. સ્વભાવે ખૂબ જ ગ્રાઉન્ડેડ ગોરધન મહારાજ નવી પેઢી માટે એક આદર્શ ઉદ્યોગ સાહસિકનું ઉદાહરણ પૂરું પાડે છે.

રાજસ્થાનનાં નાના એવા પાવા ગામમાં ગોરધનસિંહ પુરોહિતનો જન્મ થયો હતો. પિતા ખેતી કરતા હતા. પરિવારનું ગુજરાન માંડ ચાલતું હતું. ગોરધનસિંહ 12 વર્ષી ઉંમરમાં પૈસા કમાવવા માટે ઘર છોડ્યું હતું. ઓછું ભણેલા ગોરધન મહારાજને મુંબઈની ન્યુ આદર્શ લોજમાં પહેલું કામ મળ્યું હતું. લોજમાં કોલસા ભાંગવાનું કામ કરવું પડતું, જેના મહારાજને મહિને માંડ પાંચ રૂપિયા મળતા હતા.

ત્યાર બાદ ગોરધન મહારાજને અમદાવાદમાં ઉન્નતિ વિદ્યાલયમાં રોટલી બનાવવાના કામની ઓફર થઈ હતી. બાદમાં તેમણે રાધે-શ્યામ ટૂર્સ માટે કામ કર્યું હતું. અહીં તેમને યાત્રિકો માટે ભોજન બનાવવાનું રહેતું હતું. ગોરધન મહારાજે મિત્રની ભલામણથી અમરેલીમાં એક મોટા પરિવારને ત્યાં રસોઈયાની નોકરી કરી હતી. અહીં તેમને પોતાનો બિઝનેસ કરવાનો વિચાર આવ્યો હતો. જેથી તેમણે અમરેલીમાં ‘સિદ્ધિ વિનાયક લોજ’ નામથી બિઝનેસ શરૂ કર્યો હતો.

ગોરધન મહારાજનો પોતાનો બિઝનેસ કરવાનો પહેલો અખતરો રહ્યો નિષ્ફળ. ખોટ જતાં લોજ બંધ કરવી પડી હતી. છ મહિના પછી તેઓ ફરી અમદાવાદ પાછા આવ્યા હતા. સંઘર્ષમય જિંદગીના કારણે તેમની મુશ્કેલી વધતી જતી હતી. અમદાવાદમાં મોતીલાલ મહારાજે 15 ટકા ભાગીદારીમાં બિઝનેસ શરૂ કરવાની ગોરધન મહારાજને ઓફર કરી હતી. વર્ષ 1986માં ગોરધન મહારાજનું નસીબ ચમક્યું અને સારી એવી કમાણી થવા લાગી.

ગોરધન મહારાજના કેટરિંગનો લોકોને એવો તો ચટાકો લાગ્યો કે એક પછી એક ઓર્ડર મળવા લાગ્યા. તેમણે ધીમે ધીમે કેટરિંગ બિઝનેસમાં પોતાનો સિક્કો જમાવ્યો હતો. લોકને મીઠી ફરિયાદ રહેતી કે ગોરધન મહારાજના હાથનું જનવાનું માત્ર પ્રસંગોમાં જ મળે છે. જેથી લોકોની વિનંતીને ધ્યાનમાં રાખીને ગોરધર મહારાજે વર્ષ 2001માં અમદાવાદમાં એસજી હાઈવે પર ગોરધનથાળ રેસ્ટોરન્ટ શરૂ કરી હતી.

ગોરધન મહારાજની ચાહનાને કારણે રેસ્ટોરન્ટ પર પહેલા જ દિવસથી લાંબી લાઈન લાગી હતી. શરૂઆતમાં ચાંદીના વાસણોમાં ભોજન પીરસાતું હતું. જોત-જોતામાં આખા ગુજરાતમાં નામના મળવા લાગી. ગોરધન થાળે અમદાવાદ બહાર પણ કર્યું વિસ્તરણ હતું. આજે ‘ગોરધન થાળ’ બ્રાન્ડથી કુલ છ રેસ્ટોરન્ટ છે. જેમાં અમદાવાદ ઉપરાંત રાજકોટ, વડોદરા, સુરત, ઉદેપુર અને ઈન્દોર સિટી સામેલ છે.

ગોરધન મહારાજે વર્ષ 2005માં અમદાવાદમાં ‘ગોરમો’ બ્રાન્ડથી મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટ શરૂ કરી હતી. આજે વડાપ્રધાન મોદીથી લઈ બિઝનેસમેન અંબાણી સુધીના ગોરધન મહારાજની હાથની રસોઈના ચાહક છે. બિઝનેસથી લઈને રાજકારણીઓના પ્રસંગોમાં ગોરધન ગ્રુપનું કેટરિંગ ફેમસ છે.

ગોરધન ગ્રુપ 22 દેશોમાં કેટરિંગ કરી ચૂક્યું છે. સિઝનમાં 2 હજાર કર્મચારીઓ કામ કરે છે. ગોરધન ગ્રુપ દેશ-વિદેશમાં વર્ષે કુલ સરેરાશ 300 જેટલા ઓર્ડર હેન્ડલ કરે છે. હોટેલ મેનેજમેન્ટમાં ગ્રેજ્યુએટ મોટો પુત્ર બળવંતસિંહ કેટરિંગ બિઝનેસ સંભાળે છે. નાના પુત્ર પ્રવીણસિંહે ઈટલીમાં કર્યું છે સ્ટડી, જે નવા આઈડિયા અને વિસ્તરણ પર ફોકસ કરે છે.

પુત્રવધુ સેજલ પુરોહિત એકલે હાથે ‘ગોરમો’ હોટલનો વહીવટ સંભાળે છે. સેજલ પુરોહતિ હવે સોશ્યિલ મીડિયા અને બ્રાન્ડિંગ પર વધુ ફોકસ કરવા માગે છે. 57 વર્ષીય ગોરધન મહારાજ હજી પણ એક્ટિવ છે, અમુક ઓર્ડર પોતે જ હેન્ડલ કરે છે. ટૂંક સમયમાં દુબઈ અને અમેરિકામાં રેસ્ટોરન્ટ ઓપન કરવાની યોજના ધરાવે છે.

ગોરધન મહારાજને તેમની કરિયરમાં અનેક સન્માન મળ્યા છે. ગોરધન મહારાજ ગુપ્તદાન અને સમાજસેવામાં મોટું નામ ધરાવે છે. તેઓ અનાથ-ગરીબોની મદદ માટે હંમેશા તત્પર રહે છે. સ્વભાવે ખૂબ જ ગ્રાઉન્ડેડ ગોરધન મહારાજ ગ્રાહકોના સૅટિસ્ફેક્શનને જ સર્વોપરી માને છે. ગોરધન મહારાજ રિલેશન મેઈન્ટેન રાખવામાં માને છે અને નવી પેઢીને પ્રેરણા પૂરી પાડે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page