અમદાવાદમાં ભર બપોરે જાહેરમાં વિધવા મહિલાને બાથમાં ભીડી લીધી પછી…..

પૂર્વ વિસ્તારમાં જાહેરમાં મહિલાઓની છેડતીના બનાવો વધી રહ્યા છે, નરોડા વિસ્તારમાં રહેતી વિધવા ગઇકાલે બપોરે મેમ્કો પાસેથી નોકરી જઇને ઘરે આવતી હતી આ સમયે એક શખ્સ તેમની સામે જોઇ રહ્યો હતો જેથી મહિલા તેને કહેવા જતા મહિલા કંઇ વિચારે તે પહેલા છેડતી કરીને બાથ ભીડી લીધી હતી. મહિલાએ બુમો પાડતાં સ્થાનિક લોકો વિકૃત માનસિકતા ધરાવતા શખ્સને પકડી પાડીને પોલીસને સુપરત કર્યો હતો. આ બનાવ અંગે શહેરકોટડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસહાથ ધરી છે.

આ કેસની વિગત એવી છે કે નરોડા વિસ્તારમાં રહેતી 42 વર્ષીય વિધવા મહિલાએ સૈજપુર બોધા પ્રભાકર ટેનામેન્ટ પાસે સુમીત પાર્ક ખાતે રહેતા જીગ્નેશ આત્મારામ ડોડિયા સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલા ગઇકાલે બપોરે મજૂરી કામે જઇને ચાલતી ચાલતી ઘરે જઇ રહી હતી.

આ સમયે નરોડા મેમ્કો પાસે આરોપી તાકી તાકીને તેમની સામે જોતો હતો જેથી મહિલાએ તેની પાસે જઇને કહેવા ગયા હતા. ભર બપોરે આરોપીએ જાહેર માર્ગ ઉપર મહિલાની છેડતી કરીને બાથ ભીડી લીધી હતી.

મહિલાએ બુમાબુમ કરતાં લોકો દોડી આવ્યા હતા અને આરોપીને પકડીને મેથીપાક ચખાડીને પોલીસને સોંપી દીધો હતો. શહેર કોટડા પોલીસે છેડતીનો ગુનો નોંધી આરોપીની વધુ તપાસ હાથ ધરી છે.

તમામ તસવીરો પ્રતિકાત્મક

Similar Posts