Tuesday, April 9, 2024
Google search engine
HomeFeature Rightઅમદાવાદ: હેલ્મેટ વગર અને મોબાઈલ પર ચાલુ બાઈકે વાત કરતો પોલીસ અધિકારીનો...

અમદાવાદ: હેલ્મેટ વગર અને મોબાઈલ પર ચાલુ બાઈકે વાત કરતો પોલીસ અધિકારીનો ફોટો વાયરલ

અમદાવાદ: ગુજરાતના રસ્તાઓ પર સામાન્ય વ્યક્તિ ટ્રાફિક નિયમનો ભંગ કરે તો રોડ પર ઉભેલા ટ્રાફિકના પોલીસ અધિકારીઓ તરત જ રોડ પર દોડીને તેને પકડીને દંડ ફટકારે છે. આડેધડ પાર્કિગને લઈને પણ વાહનો પણ ટો કરી લે છે. સીસીટીવીના માધ્યમથી લોકોને ઘરે મેમો પહોંચાડવામાં આવે છે. જોકે નિયમ ભંગ કરતા પોલીસકર્મીઓ સામે કાર્યવાહી પર સવાલ ઉભા થાય છે.

ત્યારે સોશિયલ મીડિયામાં એક પોલીસ અધિકારી ચાલુ બાઈક પર હેલ્મેટ વગર અને ફોન પર વાત કરતાં હોવાનો ફોટો વાયરલ થયો હતો. અમદાવાદ ટ્રાફિક પોલીસ સુધી આ ફોટો પહોંચતાં નંબરના આધારે વિશ્વાસ રાઠોડ નામના એલઆરડી જવાનને 1100નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત પોલીસે આપેલા મેમામાં વોટ્સએપ ગૃપમાં વાયરલ થયો તેના આધારે દંડ વસૂલ્યો તેવી નોંધ પણ કરવામાં આવી છે.

આ ફોટો વાયરલ થતાં જ ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક તેને દંડ ફટકારવા આદેશ કર્યો હતો. ઓઢવ રિંગ રોડ પર ફરજ બજાવતા PSI આઈ.બી. ગામીતે ચાલુ બાઈક પર ફોન પર વાત કરવા બદલ 1000 અને હેલ્મેટ વગરનો 100 તેમ કુલ 1100નો મેમો આપવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page