મોડી રાત્રે ફાર્મ હાઉસમાં ચાલતો હતો ખેલ અને પોલીસ ત્રાટકી, યુવતીઓ પણ…

ગુજરાતમાં નબીરાઓની વધુ એક મહેફિલ પકડાઈ છે. પોલીસે મોડી રાતે ફાર્મ હાઉસમાં રેડ પાડી દારૂની મહેફિલ માણતા કુલ 25 નબીરાઓ પકડાયા છે. જેમાં 10થી વધુ યુવતીઓ પણ છાકટી બનીને દારૂની છોળો ઉડાડતી પકડાઈ છે.

પ્રાપ્ત વિગત મુજબ આણંદ જિલ્લાના આંકલાવનાં માનપુરામાં ફાર્મ હાઉસમાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસે મોડી રાત્રે દરોડા પાડ્યા હતા. બાતમીના આધારે પોલીસે રેડ પાડી ત્યારે બર્થ ડે પાર્ટીની આડમાં દારૂની મહેફિલ માણતા શ્રીમંત પરિવારના 15 યુવકો અને 10 યુવતીઓ ઝડપાઈ છે. સાથે જ તેમની પાસેથી દારૂની 10 બોટલો પણ મળી આવી હતી.

દારૂની મહેફિલ માણતા ઝડપાયેલા નબીરાઓ વડોદરાના હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું. મળતી વિગત મુજબ આ પાર્ટી કોઇ યુવતીના જન્મદિવસ નિમિતે રાખવામાં આવી હતી.

પોલીસે દારૂના નશામાં ચકચુર 10 યુવતીઓ સહિત 25 લોકોની પોલીસે અટકાયત કરી છે. આ સાથે જ દારુની 10 બોટલો પોલીસે જપ્ત કરી લીધી છે. જેમાં 3 બોટલો ભરેલી, 5 બોટલો ખાલી અને 2 અડધી બોટલો પોલીસે જપ્ત કરી લીધી છે.

માનપુરા ગામના ગ્રીનટોન ફાર્મ હાઉસને ભાડે રાખી આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે પાર્ટી દરમિયાન પોલીસ આવી જતા દોડાદોડી મચી ગઈ હતી.

આંકલાવ પોલીસે પ્રોહિબિશનના ગુના અંતર્ગત હાલ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

Similar Posts