Thursday, April 18, 2024
Google search engine
HomeFeature Rightકર્ફ્યૂમાં અડધી રાતે અમદાવાદીઓની શાન ઠેકાણે લાવનાર આ IPS અધિકારી કોણ છે?...

કર્ફ્યૂમાં અડધી રાતે અમદાવાદીઓની શાન ઠેકાણે લાવનાર આ IPS અધિકારી કોણ છે? ઓળખો

One Gujarat, Ahmedabad: સમગ્ર ગુજરાતમાં ફરી એકવાર કોરોનાનો ચેપ ફેલાતા ખળભળાટ મચી ગયો છે ત્યારે કોરોનાને કાબૂ કરવા અમદાવાદમાં રાત્રિ કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો છે. જોકે, ઘણાં લોકો નિયમનું પાલન કરતાં નહોતાં, જે પોલીસ અધિકારીઓને ધ્યાન આવતાં પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી હતી. મહત્વની વાત એ છે કે, પોલીસ અધિકારીઓ લોકોને નિયમોનું પાલન કરાવતાં હતાં છતાં પણ તે લોકો નિયમોનું પાલન કરતાં નહેતાં, જેને લઈને અમદાવાદમાં આઈપીએસ અધિકારીઓએ અડધી રાતે ફિલ્ડમાં ઉતરવું પડ્યું હતું અને રાતે રખડતાં લોકોને નિયમોનું પાલન કરાવ્યું હતું.

અમદાવાદમાં લોકો કર્ફ્યૂનું પાલન ન કરતાં અમદાવાદમાં ઝોન 3ના ડીસીપી મકરંદ ચૌહાણે ખુદ ફિલ્ડમાં ઉતરવું પડ્યું હતું. અડધી રાતે ફરી રહેલા લોકોને પર્દાપાઠ શીખવવા માટે આઈપીએસ મકરંદ ચૌહાણ ખુદ ફિલ્ડમાં ઉતર્યાં હતાં. આઈપીએસ મકરંદ ચૌહાણની કેટલી તસવીરો સામે આવી છે, જેમાં તેઓ નિયમોનું પાલન કરાવતાં હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતાં. તો આવો અમે તમને આ આઈપીએસ અધિકારી મકરંદ ચૌહાણ વિશે જણાવીએ.

મકરંદ ચૌહાણ હાલ અમદાવાદમાં ઝોન – 3ના ડીસીપી તરીકે ફરજ બજાવે છે. આ પહેલા તેઓ કચ્છ, ભાવગર, પોરબંદર, ડાંગ સહિતના શહેરોમાં ફરજ બજાવી ચૂક્યા છે. જ્યાં તેઓ પોતાની અલગ ઓળખ ઉભી કરી હતી.

મકરંદ ચૌહાણે 1989માં ધોરણ 10નો અભ્યાસ પૂર્ણ કર્યો હતો જ્યારે 1991માં ધોરણ12નો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. તેઓએ 1998માં ટોફેલની એક્ઝામ આપી હતી. 1995માં ફર્સ્ટ ક્લાસ સાથે ભાવનગરમાંથી એન્જીનિયરિંગની ડિગ્રી મેળવી હતી ત્યાર બાદ 3 વર્ષ ગાંધીનગરની કોલેજમાં લેક્ચરરની જોબ શરૂ કરી હતી.

2006માં UPSCની પરીક્ષા આપી હતી અને 2007માં આઈપીએસ તરીકે સિલેક્શન થયું હતું. મકરંદ ચૌહાણે ગુજરાતમાં જ રહીને UPSCની તૈયારી કરી હતી.

મકરંદ ચૌહાણને પાંચ વર્ષ માટે USAના વિઝા મળ્યાં હતાં. ન્યુજર્સી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં એડમિશન મળ્યું હતું છતાં પણ તેઓ વિદેશ ગયા નહોતા. વિઝા મળ્યાં તે જ દિવસે મકરંદ ચૌહાણને લેક્ચરરની જોબ મળી હતી અને પિતાના આગ્રહથી યુએસ જવાનું ટાળ્યું હતું અને લેક્ચરરની જોબ શરૂ કરી હતી.

પોરબંદરમાં પોલીસ અધિકારી તરીકે મકરંદ ચૌહાણનું ધડતર થયું હતું. આ ઉપરાંત તેઓ રેલવેમાં પણ એસપી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે જ્યાં તેઓ ઘણું બધું શીખ્યા હતાં.

ડાંગમાં પોસ્ટિંગ દરમિયાન ટ્રાયબલ લોકોને પણ મદદ કરી હતી જ્યારે ખેડામાં એસપી તરીકે પણ પોતાની ફરજ નિભાવી ચૂક્યા છે. જ્યાં સામાજીક ક્ષેત્રે મહત્વનું યોગદાન આપ્યું હતું. લોકસભા ચૂંટણીમાં સ્ટેટ આઈબી તરીકે મકરંદ ચૌહાણની બદલી થઈ હતી.

આઈપીએસ મકરંદ ચૌહાણ રોજ 1 કલાક એક્સરસાઈઝ કરે છે અને 5 કિલોમીટર વોકિંગ કરે છે. તેમને આઈપીએસની ટ્રેનિંગ દરમિયાન ઢીંચણમાં ઈજા થઈ હતી. સર્જીરી કરાવ્યા વગર જ 57 મીનિટ 10 કિલોમીટર ચાલ્યા હતાં.

UPSCના ઈન્ટરવ્યૂમાં ગુજરાત, જીયોલોજી અને અંબાણી પરિવાર વિશે પ્રશ્નો પૂછાયા હતાં. તેમના પરિવારમાં પિતા પ્રિન્સીપાલ હતા. પરિવારમાં ચાર ભાઈ-બહેન છે. તેઓ નાનપણમાં માતા સાથે છાણાં વીણવા પણ જતાં હતાં.

મકરંદ ચૌહાણ જ્યારે કચ્છમાં એસપી તરીકે ફરજ બજાવતાં હતાં. તેમના પત્ની ‘માતૃધારા સાર્વજનિક સેવા ટ્રસ્ટનું સંચાલન કરે છે. આ ટ્ર્સ્ટ દીકરીઓના એજ્યુકેશન અને મહિલાઓની સુરક્ષા માટે કામ કરે છે. પરિવારની આવકની બચત કરીને આ ટ્ર્સ્ટ ચલાવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page