Wednesday, April 10, 2024
Google search engine
HomeBollywoodઅભિષેકને નહીં પણ આ વ્યક્તિને પપ્પા માનતી હતી એશની લાડલી આરાધ્યા!

અભિષેકને નહીં પણ આ વ્યક્તિને પપ્પા માનતી હતી એશની લાડલી આરાધ્યા!

મુંબઈઃ તમને જાણીને નવાઈ લાગશે કે એકવાર ઐશ્વર્યા રાય બચ્ચનની લાડલી આરાધ્યા બચ્ચને રણબીર કપૂરને પોતાના પપ્પા સમજી લીધા હતા. વાસ્તવમાં થયુ’તું એવું કે, રણબીરે અભિષેક બચ્ચનની જેમ જ જેકેટ અને કેપ પહેરી હતી. ત્યારે આરાધ્યાને લાગ્યુ કે તેના પપ્પા છે તો તે દોડીને ગઈ અને તેને ભેટી પડી હતી. આ કિસ્સો ખુદ ઐશ્વર્યા રાયે થોડા વર્ષો પહેલાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં સંભળાવ્યો હતો, જે હાલમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ઐશ્વર્યા રાયે 2016માં આવેલી ફિલ્મ ‘એ દિલ હૈં મુશ્કિલ’માં રણબીર કપૂરની સાથે કામ કર્યુ હતુ. આ દરમિયાન ઐશ્વર્યા અને રણબીર કપૂરે એક ફેશન મેગેઝીન માટે ફોટોશૂટ પણ કરાવ્યુ હતુ.આ ફોટોશૂટ દરમિયાન આરાધ્યા પણ એશની સાથે હતી. અહીંયા જ આરાધ્યાને અભિષેકને લઈને ગેરસમજ થઈ હતી, કે તે તેના પપ્પા છે.

ઈન્ટરવ્યૂમાં ઐશ્વર્યાએ જણાવ્યુ હતું કે, એકવાર આરાધ્યા એવું સમજી બેઠી કે રણબીર તેના પપ્પા છે. તેણે જણાવ્યું હતું કે એક દિવસ તે દોડીને આવી અને રણબીરને ભેટી અને તેના ખોળામાં બેસી ગઈ, કારણ કે રણબીરે અભિષેક જેવું જ જૅકેટ અને કેપ પહેર્યા હતા. જ્યારે આરાધ્યાએ રણબીરનો ચહેરો જોયો તો તે ચોંકી ગઈ હતી.

આરાધ્યાને લઈને ખૂબ જ પજેસિવ છે ઐશ્વર્યા
અત્યારે લૉકડાઉનને લીધે સ્કૂલ બંધ છે. ઐશ્વર્યા રાય તેની દીકરીને લઈ ખૂબ જ પજેસિવ છે. તે ક્યારેય તેને એકલી ક્યાંય જવા દેતી નથી. ઐશ્વર્યા રાય જ્યાં પણ જાય છે ત્યાં તેની દીકરી આરાધ્યને સાથે લઈ જાય છે. અને હંમેશા દીકરીનો હાથ પકડી રાખે છે. જેને લીધે ઐશ્વર્યા અનેકવાર સોશિયલ મીડિયામાં ટ્રલ્સના નિશાને પણ આવી ચૂકી છે.

ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણે છે આરાધ્યા
આરાધ્યા અત્યારે ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણે છે. આરાધ્યા અત્યારથી જ કલ્ચર એક્ટિવિટીમાં બહુ જ ટાઈમ સ્પેન્ડ કરે છે. તે સ્કૂલના કલ્ચર ફંક્શનમાં પણ ભાગ લે છે. જ્યારે આરાધ્યા સ્કૂલમાં પરર્ફોમ કરે છે ત્યારે ઐશ્વર્યા જ નહીં પરંતુ અભિષેક બચ્ચન અને દાદા અમિતાભ બચ્ચન પણ હાજરી આપે છે.

આરાધ્યાએ કોરોના વોરિર્યસને થેન્ક્સ કહેવા માટે એક પેન્ટિંગ તૈયાર કર્યું હતું
ઐશ્વર્યા રાયની 8 વર્ષની દીકરી આરાધ્યા બચ્ચને કોરોના વોરિર્યસને થેન્ક્સ કહેવા માટે એક પેન્ટિંગ તૈયાર કર્યું છે, જેને અમિતાભ બચ્ચને અને ઐશ્વર્યા રાય બચ્ચને તેમના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે. દીકરીના પેઇન્ટિંગને શેર કરતાં ઐશ્વર્યા રાયે કેપ્શનમાં લખ્યું કે, “મેરી ડાર્લિંગ આરાધ્યા કા આભાર ઔર પ્યાર”.આરાધ્યાએ તેનાં પેઇન્ટિંગના માધ્યમથી મેડિકલ સ્ટાફ, ડૉક્ટર, પોલીસ, સેના, સફાઇ કર્મચારી, ટીચર્સ, મીડિયાને આ મુશ્કેલ સમયમાં લોકોની મદદ કરવા માટે આભાર વ્યક્ત કર્યો છે.

RELATED ARTICLES

2 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey launching into the galaxy of excitement! ? The thrilling content here is a thrilling for the imagination, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of exciting insights! #AdventureAwaits Dive into this thrilling experience of imagination and let your mind fly! ? Don’t just explore, savor the excitement! #BeyondTheOrdinary Your brain will be grateful for this exciting journey through the dimensions of endless wonder! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page