પિતાના અંતિમ સંસ્કાર દરમિયાન ‘સિંઘમ’ ભાંગી પડ્યો, અમિતાભ બચ્ચને આમ આપી સાંત્વના
મુંબઈઃ હિંદી સિનેમાના જાણીતી એક્શન કોરિયોગ્રાફર તથા અજય દેવગનના પિતા વીરુ દેવગનનું 27 મેના રોજ મુંબઈમાં નિધન થયું હતું. મુંબઈના સાંતાક્રુઝમાં આવેલી સૂર્યા હોસ્પિટલમાં સવારે છ વાગે કાર્ડિયેક એરેસ્ટ આવ્યો હતો અને હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધો હતો. પિતાના અવસાનથી અજય દેવગન ભાંગી પડ્યો હતો. પિતાના અંતિમ સંસ્કાર દરમિયાન અજય દેવગન ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો હતો અને અમિતાભ બચ્ચને તેને શાંત રાખ્યો હતો.
જોવા મળ્યાં આ સેલેબ્સઃ
વીરુ દેવગનના અંતિમ સંસ્કારમાં વિદ્યા બાલન-સિદ્ધાર્થ રોય કપૂર, અભિષેક બચ્ચન, અમિતાભ બચ્ચન, સલીમ ખાન, તુષાર કપૂર, બોની-અર્જુન કપૂર, શેખર કપૂર, અનિલ કપૂર, રાજકુમાર ગુપ્તા, સતિશ કૌશિક, આનંદ પંડિત, રઝા મુરાદ, રણજીત સહિતના સેલેબ્સ જોવા મળ્યાં હતાં.