Wednesday, April 10, 2024
Google search engine
HomeBollywoodઆલિયા ભટ્ટની મહેંદી સેરેમનીમાં કપૂર પરિવારનો જમાવડો, કરન જોહરની ધમાકેદાર એન્ટ્રી

આલિયા ભટ્ટની મહેંદી સેરેમનીમાં કપૂર પરિવારનો જમાવડો, કરન જોહરની ધમાકેદાર એન્ટ્રી

આલિયા ભટ્ટના હાથો પર આજે એટલે કે 13 એપ્રિલે રણબીર કપૂરના નામની મહેંદી લગાવશે. આ ફંક્શનને એન્જોય કરવા માટે ભટ્ટ અને કપૂર પરિવાર પહોંચ ગયો છે. આ લિસ્ટમાં કરણ જોહર અને અયાન મુખર્જીનું પણ નામ સામેલ છે. કપલના બન્ને બહુ જ ક્લોઝ છે. એવું કહી શકાય કે, બન્ને પરિવારના સભ્યો છે. આલિયા ભટ્ટની મહેંદી ફંક્શન પર કોણ શું પહેરીને આવ્યું તેની એક ઝલક…

કરણ જોહરે યલો કલરનો કોટન પ્રિન્ટેડ પાયજામો કુર્તો પહેર્યો હતો. લુક આપવા માટે આંગળીઓમાં વીંટી પહેરી હતી. સિમ્પલ હેર લુક રાખ્યો હતો અને સાથે મેચિંગ દુપટ્ટો કેરી કર્યો હતો.

કરિશ્મા કપૂરે મસ્ટર્ડ કલરનું ભારે વર્કવાળો શૂટ પહેર્યો હતો. તેની સાથે તેણે ફ્લેંટ્સ કેરી કર્યો હતો. દુપટ્ટા પર બહુ કામ થયું છે પણ કુર્તો સિમ્પલ રાખ્યો હતો વાળને બાંધેલા રાખ્યા હતાં અને બહુ ઓછી જ્વેલરી પહેરી હતી.

કરીના કપૂર ખાને વ્હાઈટ શિમરી લહેંગો પહેર્યો હતો જેની સાથે તેણે ન્યૂડ મેકઅપ કર્યો છે અને વાળને ખુલ્લા રાખ્યા હતાં. કરીના આ લહેંગામાં સેક્સી લાગતી હતી.

રીમા જૈન પણ આલિયા ભટ્ટની મહેંદી એન્જોય કરવા માટે પહોંચી ગઈ હતી.પીચ કલરની ભારે વર્કવાળા શૂટમાં રીમા જૈને પિંક લિપસ્ટિક કરી હતી અને ન્યૂડ મેકઅપ કર્યો હતો. વાળને ખુલ્લા રાખ્યા હતાં.

કરીના કપૂર ખાનની માસી રીમા જૈનનો પુત્ર અરમાન જૈનના પગમાં પ્લાસ્ટર જોવા મળ્યું હતું તો પણ આલિયા ભટ્ટની મહેંદી સેરેમની એન્જોય કરવા માટે આવી પહોંચ્યો હતો. તે સમયે અરમાન જૈને વ્હાઈટ અને તેની પર ફૂલ પ્રિન્ટેડ શેરવાની પહેરી હતી.

નીતૂ કપૂર પણ ગણેશ પૂજન બાદ વાસ્તુની બહાર જોવા મળ્યાં હતાં. તે સમયે તેમણે ફ્લાવર પ્રિન્ટેડ લહેંગો પહેર્યો હતો, જેનો દુપટ્ટો તેમણે સાડીની જેમ પહેર્યો હતો. ભારે જ્વેલરી પહેરી હતી અને વાળ ખુલ્લા હતાં પણ ઉપરથી બાંધેલા હતાં. નીતૂ કપૂરની સાથે પુત્રી રિદ્ધિમા કપૂર અને તેની પુત્રી સમારા પણ જોવા મળી હતી.

અયાન મુખર્જીનું લુક બહુ જ સિમ્પલ જોવા મળ્યો હતો. વ્હાઈટ બેસ વાળો કુર્તા પર રેડ કલરની પ્રિન્ટ હતી અને તેણે પાયઝામાની સાથે કેરી કર્યો હતો. બ્રાઉ શેડ્સથી લુકને કલ્પ્લીટ કર્યો છે. રણબીર અને આલિયાનો અયાન બહુ જ ખાસ અને નજીકનો મિત્ર છે.

આરતી શેટ્ટી પણ આલિયા ભટ્ટ પણ મહેંદી સેરેમનીમાં સામેલ થઈ છે. આ એક ફિલ્મ નિર્માત છે. આલિયા અને રણબીર એકબીજાની બહુ જ નજીક છે. તે સમયે આરતી શેટ્ટીએ વ્હાઈટ લહેંગો પહોર્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page