Sunday, April 14, 2024
Google search engine
HomeBollywoodઆ સિંગર એક વખતે વાગતો હતો ડંકો, બે-બે વખત લગ્ન કર્યા છતાં...

આ સિંગર એક વખતે વાગતો હતો ડંકો, બે-બે વખત લગ્ન કર્યા છતાં રહી નિષ્ફળ, આજે રહે છે એકલી

મુંબઈ: ગાયિકા અલીશા ચિનોય 55 વર્ષની થઈ ગઈ છે. ગુજરાતના અમદાવાદમાં જન્મેલી અલીશા 90ના દાયકાની ટોચની સિંગરમાંથી એક હતી. એ દિવસોમાં તેનું ગીત મેડ ઈન ઈન્ડિયાએ ખુબ જ પ્રસિદ્ધિ મેળવી હતી. અલીશાના વિશેની કેટલીક રોચક માહિતી જાણીએ.

અલીશાને સંગીરતકાર બપ્પી લહેરીએ ફિલ્મોમાં ગીત ગાવાની તક આપી હતી. બંનેએ સાથે મળી અનેક હિટ્સ ગીત આપ્યા. અલીશાએ 90ના દાયકામાં અંદાજે તમામ મોટી અભિનેત્રીઓને પોતાનો અવાજ આપ્યો હતો. તેઓએ કરિશ્મા કપૂર, દિવ્યા ભારતી, માધુરી દિક્ષિત, જુહી ચાવલા અને શ્રીદેવી માટે ગીત ગાયા છે. એટલું જ નહીં ફિલ્મ બંટી ઔર બબલીનું આઈટમ સોંગ કજરારે પણ અલીશા ચિનોયે ગાયું છે.

1995માં અલીશા એ સમયે ચર્ચામાં આવી જ્યારે તેઓએ સંગીતકાર અનુ મલિક પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. અલીશાએ અનુ મલિક પર કેશ પણ દાખલ કરાવ્યો હતો. એટલું જ નહીં 26.60 લાખનું વળતર પણ માગ્યું.

જો કે અનુ મલિકે આરોપો નકાર્યા પણ હતા. તેઓએ અલીશા પર બે કરોડની માનહાનીનો કેસ કર્યો હતો. થોડા વર્ષો બાદ મામલે સમાધાન કરી લેવામાં આવ્યું.

આ હોબાળા બાદ છ વર્ષ બાદ અલીશાએ અનુ મલિક સાથે ફિલ્મ ઇશ્ક વિશ્ક માટે ગીત પણ ગાયું. આ સિવાય બંનેએ ઇન્ડિયન આઇડલની સીઝન પણ સાથે જજ કરી. અંગત જીવન વિશે વાત કરીએ તો અલીશાના સંબંધ કેનેડિયન મ્યૂઝિશિયન અને બિઝનેસમેન રોમલ સાથે રહ્યાં.

અલીશાએ પોતાના મેનેજર રાજેશ ઝવેરી સાથે લગ્ન કર્યા પરંતુ બાદમાં બંને અલગ થઇ ગયા. અલીશાએ ફરી લગ્ન કર્યા. હાલ તે એકલી રહે છે અને ખુશ છે. અલીશાનું કહેવું છે કે આ એકાંતપણાથી તે ખુબ જ ખુશ છે અને પોતાની મરજીની માલિક છે.

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the galaxy of excitement! ? The mind-blowing content here is a thrilling for the mind, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a source of inspiring insights! #MindBlown Dive into this cosmic journey of imagination and let your imagination roam! ✨ Don’t just explore, immerse yourself in the excitement! #BeyondTheOrdinary ? will be grateful for this exciting journey through the realms of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page