Monday, April 22, 2024
Google search engine
HomeGujaratઅલ્પેશ ઠાકોર અને નીતિન પટેલ વચ્ચે બંધબારણે બેઠક, અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે?

અલ્પેશ ઠાકોર અને નીતિન પટેલ વચ્ચે બંધબારણે બેઠક, અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે?

ગાંધીનગર: લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપે તમામ 26 બેઠકો જીતી લીધી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસમાં આત્મમંથન ચાલી રહ્યું છે. આવા સમયમાં કોંગ્રેસની ટીકિટ પર વિધાનસભા ચૂંટણી જીતેલા અને લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને બાયબાય કરી દેનાર રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સોમવારે ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલને મળવાં પહોંચ્યા હતાં.

સોમવારે અચાનક રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને નીતિન પટેલ વચ્ચે લગભગ 20 મીનિટ સુધી મુલાકાત થઈ હતી. નીતિન પટેલ અને અલ્પેશ ઠાકોર વચ્ચે કયા મુદ્દે વાતચીત ચાલી તે જાણવા મળ્યું નથી. આ ઉપરાંત અલ્પેશ ઠાકોર સાથે ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ હાજર રહ્યાં હતાં. જોકે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે તેવી અટકળો તેજ બની છે.

નોંધનીય છે કે, 6 મેએ અલ્પેશ ઠાકોરના અમદાવાદના રાણીપના નવા ઘરના વાસ્તુ પ્રસંગમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહે હાજરી આપી હતી. અલ્પેશ ઠાકોર અને ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલ વચ્ચેની મુલાકાતની તસવીર વાયરલ થઈ છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. I participated on this gambling website and won a substantial sum of money, but eventually, my mom fell sick, and I required to withdraw some money from my balance. Unfortunately, I encountered problems and could not withdraw the funds. Tragically, my mother passed away due to such casino site. I plead for your support in reporting this site. Please support me to achieve justice, so that others won’t experience the hardship I am going through today, and prevent them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page