ભગવાને વાતચીત કરીને મોતની તારીખ જણાવી હોવાનો મહિલાએ કર્યો દાવો

રાજસ્થાનના અલવર જિલ્લાના ખેડલી કસ્બામાં એક અજીબ કિસ્સો જોવા મળ્યો છે. જેમાં એક મહિલાએ જાતે જ પોતાના મૃત્યુની તારીખની જાહેરાત કરી છે. તેણે દાવો કર્યો છે કે, ઘણા દિવસોથી ભગવાન સાથે તેની વાત ચાલી રહી છે. આ વાતચીત દરમિયાન તેને પોતાના મૃત્યુની તારીખ અંગે ખબર પડી છે. એટલું જ નહીં આમ કહીને તે પોતાના ઘરની બહાર ચબુતરા પર બેસી ગઈ. ફટાફટ આની માહિતી આખા કસ્બામાં ફેલાઈ ગઈ. સંખ્યાબંધ લોકો મહિલા પાસે આવીને દર્શન કરી ચઢાવો ચઢાવવા લાગ્યા.

12 વાગે કહ્યો મૃત્યુનો સમય, શરૂ થયાં ભજન-કિર્તન
મળેલી માહિતી અનુસાર, ખેડલીની સૌંખર રોડ નિવાસી 90 વર્ષિય મહિલા ચિરૌંજી દેવી રવિવારે સવારે લગભગ 11 વાગે અચાનક જ ઘરની બહાર ચબૂતરા પર આવીને બેસી ગઈ. તે કહેવા લાગી કે, હવે તેના મૃત્યુનો સમય નજીક છે. તે 12 વાગે દેહ ત્યાગી દેશે.

ફટાફટ આ વાત આખા કસ્બામાં ફેલાઈ ગઈ. ત્યારબાદ આખા કસ્બામાંથી લોકોની ભીડ જમા થવા લાગી. લોકોએ અહીં આવીને મહિલાને ચઢાવો ચઢાવવાનો શરૂ કરી દીધો. ભજન-કિર્તન પણ શરૂ કરી દેવામાં આવ્યાં. કલાકો સુધી આ સિલસિલો ચાલું હતો.

ભગવાન સાથે વાત કરવાનો દાવો
આ દરમિયાન વૃદ્ધાએ દાવો કર્યો કે તેની ભગવાન સાથે વાત કરી છે. તેનું કહેવું હતું કે, તે ઘણા દિવસોથી ભગવાન સાથે વાત કરી રહી છે. આ દરમિયાન જ તેને પોતાના મૃત્યુનો સમય જાણવા મળ્યો. લોકોએ તેની આ વાત પર વિશ્વાસ મૂકી ધાર્મિક કાર્યક્રમ શરૂ કરી દીધા.

પોલીસે પહોંચાડી હોસ્પિટલ
ચબૂતરા પર ચાલી રહેલ આ કાર્યક્રમ દરમિયાન પરિવારજનોએ પણ તેને ખૂબ સમજાવી ઘરમાં જવાનું કહ્યું. પરંતુ તે માની નહીં. ત્યારબાદ આ બાબતે પોલીસને જાણ થઈ. ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને વૃદ્ધાને સમજાવવાનો પ્રયત્ન કર્યો. તેમ છતાં તે ન માનતાં પોલીસ જબરદસ્તી તેને હોસ્પિટલમાં લઈ ગઈ. જ્યાં વૃદ્ધાને દાખલ કરવામાં આવી. મળેલી માહિતી અનુસાર, અત્યારે પણ તેનો ઉપચાર ચાલું છે.

Similar Posts