અંબાણી પરિવાર ક્યારેય ના ભૂલે ગરબા રમવાનું, નીતા અંબાણીએ દેરાણી ટીના સાથે રમ્યાં ગરબા

Business Featured

મુંબઈઃ અંબાણી પરિવારના મોભી એટલે કે મુકેશ તથા અનિલ અંબાણીના માતા કોકિલાબેને 24 ફેબ્રુઆરીના રોજ 84મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. માતાના જન્મદિન નિમિત્તે ખાસ અંબાણી ફેમિલીએ ભાગવત કથાનું આયોજન કર્યું હતું. એન્ટેલિયામાં સાત દિવસ સુધી ઉત્સવ ચાલ્યો હતો. પૂર્ણાહૂતિના દિવસે અંબાણી પરિવારે ખાસ સેલિબ્રેશન કર્યું હતુ.

વહુઓ વચ્ચે ખાસ બોન્ડિંગઃ કોકિલાબેનના જન્મદિવસ પર જ કથાની પૂર્ણાહૂતિ હતી. આ પ્રસંગે અનિલ અંબાણી પૂરા પરિવાર સાથે આવ્યા હતાં. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી તસવીર પ્રમાણે, મોટી વહુ નીતા તથા નાની વહુ ટીના વચ્ચે ખાસ બોન્ડિંગ જોવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે મુકેશ તથા અનિલ અંબાણી જ્યારે અલગ થયા ત્યારે એવી ચર્ચા હતી કે બંને વહુઓને કારણે તેઓ અલગ થયા છે.

પરિવારે સાથે મળીને આરતી કરીઃ અંબાણી પરિવારે સાથે મળીને આરતી કરી હતી. કોકિલાબેન ગુલાબી સાડીમાં ઠસ્સાદાર લાગતા હતાં તો મુકેશ અંબાણી સફેદ કુર્તા પાયજામામાં હતાં. આ ઉંમરે પણ તેઓ માતાની પાછળ ચાલતા જોવા મળ્યાં હતાં.

નીતા અંબાણીનો હતો આગવો ઠાઠઃ રેડ એન્ડ ગોલ્ડન ચણિયાચોળીમાં નીતા અંબાણીનો આગવો જ ઠાઠ જોવા મળ્યો હતો. નીતા અંબાણીએ હેવી જ્વેલરી તથા માથામાં વેણી નાખી હતી. તો ટીના અંબાણી ગોલ્ડન રંગની સાડીમાં સુંદર લાગતી હતી.

ગરબા ના ભૂલ્યાઃ અંબાણી પરિવારને ગરબા રમવા બહુ જ ગમે છે. એમાંય નીતા અંબાણીને નૃત્ય તથા ગરબા ફેવરિટ છે. સપ્તાહ પૂરી થયા બાદ નીતા અંબાણી જેઠાણી ટીના, વહુ શ્લોકા, દીકરી ઈશા, રાધિકા મર્ચન્ટ તથા અન્ય લોકો સાથે ગરબા રમ્યાં હતાં. આટલું જ નહીં નીતા અંબાણીએ જેને ગરબા નહોતા આવડતા તેમને શીખવાડ્યા પણ હતાં.

શ્લોકા-ઈશાએ કર્યો ડાન્સઃ દાદીના જન્મદિવસ પર પૌત્રી ઈશા તથા પૌત્રવધૂ શ્લોકા મહેતાએ ખાસ ડાન્સ કર્યો હતો. તેમની સાથે ડાન્સમાં રાધિકા મર્ચન્ટ પણ જોડાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *