Thursday, April 18, 2024
Google search engine
HomeInternationalઆ વ્યક્તિની જીભ પર ઉગવા લાગ્યા વાળ, કેવી રીતે થઈ કાળી ?

આ વ્યક્તિની જીભ પર ઉગવા લાગ્યા વાળ, કેવી રીતે થઈ કાળી ?

અમેરિકામાં હાલમાં એક વ્યક્તિને ખબર પડી કે તેની જીભમાં અલગ પ્રકારનો બદલાવ થઈ રહ્યો છે. જીભ પર વાળ ઉગ્યા છે અને તે કાળી પણ થઈ જાય છે. વચ્ચે પીળા રંગની પણ અસર છે. પરંતુ તેને કોઈ પણ પ્રકારનું દર્દ થયું નથી. આ જોઈને પરિવારજનો અને ડોક્ટર્સ ચોંકી ગયા હતાં. જીભની ઉપર કાળા રંગ જોવા મળી રહ્યો હતો. પીળા રંગની અસર જીભની વચ્ચે અને પાછળના ભાગે હતી.

JAMA Dermatology જર્નલમાં પ્રકાશિત થઈ છે. ડોક્ટર્સે આ જીભની સ્ટડી કર્યા બાદ તેના રિપોર્ટ્સ આ જર્નલમાં પ્રકાશિત કર્યા છે. કારણ કે જીભની ઉપર કાળા રંગનું સ્તર છે જેમાં વાળ ઉગ્યા છે. ડોક્ટર્સે જણાવ્યું કે, આ વ્યક્તિ બ્લેક હેયરી ટંગ સિડ્રોમથી પીડાઈ રહ્યો છે. આ નામ બહુ ક્રિએટિવ હોઈ શકે છે. પરંતુ આ બિમારી જોવા અને સહન કરવામાં બહુ જ દુખ છે.

બ્લેક હેયરી ટંગ સિંડ્રોમ થયા પહેલા ત્રણ મહીના પહેલા આ વ્યક્તિને હાર્ટની તકલીફ થઈ હતી. તે શારીરિક રૂપથી બહુ વધારે કમજોર થઈ ગયો હતો. તે તકલીફ થયા બાદ સારું જમવાનું અને લિક્વિડ ડાઈટ પર હતો. હાર્ટની તકલીફ, કમજોર અને ત્યાર બાદ તેના ખાવા-પીવાના કારણે આવું થયું હોવાનું ડોક્ટર્સનું કહેવું છે.

બ્લેક હેયરી ટંગ સિંડ્રોમ એક સામાન્ય સ્થિતિ છે જેનાથી નુકશાન થતું નથી. પરંતુ આ દુર્લભ હોય છે જે બધાંને થતું નથી. જ્યારે જીભની ઉપર ચામડીની મૃત કોશિકાઓ ઉભરીને બહાર ભેગી થવા લાગે છે જેના કારણે જીભ મોટી થવા લાગે છે.

ત્વચાની મૃત કોશિકાઓના કારણે જીભના પૈપિલે જે આખી જીભ પર હોય છે તે ફેલાવવા લાગે છે. જેને જીભનું ટેસ્ટબડ કહેવામાં આવે છે. હવે ત્વચાની મૃત કોશિકાઓની મોટી સ્તર વચ્ચે પૈપિલે ખાવા-પીવાના કણોને જમા કરવા લાગે છે. જેનાથી જીભના ઉપર બેક્ટેરિયા અને યીસ્ટ ભેગા થવા લાગે છે જેને વાળની જેમ દેખાય છે.

જે પણ હોય પરંતુ આ વ્યક્તિને અને તેના પરિવારજનોને સમજાવવામાં આવ્યા છે કે, કેવી રીતે તે પોતાની જીભને સુરક્ષિત રાખી શકે છે. સૌથી પહેલું કામ તેને પોતાના મોંહની સફાઈ સારી રીતે કરવી પડશે. જમ્યા બાદ મોંઢું સારી રીતે સાફ કરવું પડશે. આ સાથે થોડી મેડિકલ ટ્રિટમેન્ટ પણ આપવામાં આવી. જેના 20 દિવસ પછી આ વ્યક્તિની જીભ ફરીથી સામાન્ય થઈ ગઈ જે સામાન્ય વ્યક્તીની હોય છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page